ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
સેન્ટ્રલ રેલવેએ ગુરુવારથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT), થાણે, કલ્યાણ અને પનવેલ રેલવે સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. આ આદેશને 25 નવેમ્બરથી અમલમાં મૂકવામાં આવવાનો છે.
કોવિડ-19 મહામારી દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ટર્મિનસ પર તથા રેલવે પ્લેટફોર્મ પર પ્રવેશ પ્રતિબંધ હતો. બાદમાં જોકે પ્લેટફોર્મ ટિકિટ દર 50 રૂપિયા કરવામાં આવ્યા હતા. હવે રેલવે પ્રશાસને પ્લેટફોર્મ ટિકિટના દર ફરી ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેમા CSMT,દાદર, LTT, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયાથી 10 રૂપિયા કરવામાં આવી છે.
મુંબઈમાંથી ધીમે ધીમે ખુલ્લી જગ્યાઓ ગાયબ થશે; તેનું કારણ પાલિકાએ કરેલી આ ભૂલ છે: જાણો વિગતે