ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
અંધેરી (વેસ્ટ)માં ચાર બંગલા પાસે એક હાઉસિંગ સોસાયટીઓનું ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ 2002માં રીડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું. એ સમયે બગીચા માટે રિર્ઝવ રાખવામાં આવેલા પ્લૉટ પર તાત્પૂરતા સમય માટે કામગારો માટે ત્યાં ઝૂંપડાં બાંધવામાં આવ્યાં હતાં. એને હજી સુધી હટાવવામાં આવ્યાં નથી. આ ઝૂંપડાંઓને કારણે 18 વર્ષ બાદ પણ હજી સુધી ત્યાં બગીચો બનાવી શકાયો નથી.
મુંબઈની આ નદીની સફાઈ પાછળ 16 વર્ષમાં ખર્ચેલા આટલા હજાર કરોડ રૂપિયા પાણીમાં ગયા; જાણો વિગત
આ મુદ્દે ચાર બંગલાની અંધેરી કામગાર ગૃહ નિર્માણ સંસ્થાએ સરકારના ગૃહનિર્માણ ખાતા અને સ્લમ રિહેબિલિટેશન ખાતાને અનેક વખત લેખિતમાં ફરિયાદ કરી હતી. છતાં તેમને કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી. તેમની ઢગલાબંધ ફરિયાદ બાદ પણ સત્તાધીશના પેટનું પાણી નથી હલ્યું. પ્રસ્તાવિત ઉદ્યાન બાબતે વિધાનસભ્ય અમિત સાટમ સહિત વિધાનસભ્ય સુનીલ પ્રભુ, ભૂતપૂર્વ વિધાનસભ્ય અશોક જાધવે પણ અનેક વખત પત્ર લખ્યો હતો. છતાં સરકારી યંત્રણા નિષ્ક્રિય રહી છે.