News Continuous Bureau | Mumbai
PM Modi roadshow Mumbai : બુધવાર, 15 મેના રોજ મુંબઈના ઘાટકોપર મેટ્રો સ્ટેશન ( Ghatkopar Metro station ) પર લગભગ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે સત્તાવાળાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને પગલે સુરક્ષાના કારણોસર જાગૃતિ નગર અને ઘાટકોપર સ્ટેશનો વચ્ચેની સેવાઓ થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી.
PM Modi roadshow Mumbai : મેટ્રો બંધ થઈ જતાં મુસાફરો અટવાઈ પડ્યા
મહત્વનું છે કે મોદીના રોડ શોને કારણે, સાંજે 6 વાગ્યાથી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી, સામાન્ય રીતે તે સમયે ઓફિસ જનારાઓ ઘરે પાછા ફરવાનું શરૂ કરે છે. મેટ્રો ( Mumbai metro ) પણ અચાનક બંધ થઈ જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. ઘાટકોપર સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. જોકે, સાંજે 7.46 કલાકે સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.
Due to PM Modi's roadshow in Ghatkopar , the Mumbai Metro was suddenly shut down until further notice, causing significant inconvenience to the people of Mumbai.
Why wasn't a notice given a day in advance?
Who is responsible for this disruption? #Ghatkopar#MumbaiMetro https://t.co/bUmrZogGsS pic.twitter.com/nbY2J1BX6y
— Pritesh Shah (@priteshshah_) May 15, 2024
PM Modi roadshow Mumbai : સાંજે 6 વાગ્યા પછી અચાનક જાહેરાત કરવામાં આવી
ગઈકાલે એટલે કે બુધવારે સાંજે 6 વાગ્યા પછી અચાનક જાહેરાત કરવામાં આવી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે મુંબઈ મેટ્રો બંધ રહેશે. આ માટે ઘાટકોપર સ્ટેશનના તમામ ગેટ અચાનક બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે સ્ટેશનની બહાર ભારે ભીડ જામી હતી. અને મેટ્રોના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : Ghatkopar hoarding collapse : ઘાટકોપરમાં હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ, આ તારીખ સુધીમાં દૂર કરાશે હોર્ડિંગ.
PM Modi in Mumbai for campaigning, public services go for a toss for security reasons and has led to creating massive chaos. pic.twitter.com/RRN4TkkGrf
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 15, 2024
PM Modi roadshow Mumbai : ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મોટી ભીડ
શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી સહિત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મોટી ભીડના વીડિયો શેર કર્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)