News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. પીએમ મોદી કોલાબા(Colaba)માં નૌસેનાના હેલીપોર્ટ આઈએનએસ(INS Shikara) શિકરા પર પહોંચ્યા, જ્યાં તેમનું મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી(Maharashtra Governor Bhagat Singh Koshiyari), મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray), નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર(Ajit Pawar) અને પ્રોટોકોલ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray)એ સ્વાગત કર્યું. જે બાદ તેઓ રાજભવન પહોંચ્યા હતા.
PM મોદી મુંબઈ(MUmbai)માં સીધા રાજભવન (Raj Bhavan) પહોંચ્યા. જ્યાં તેમને જળ ભૂષણ બિલ્ડિંગ(Jal Bhushan Building)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મોદી અને ઉદ્ધવ (PM Modi and CM Uddhav Thackeray On one stage)એક સાથે મંચ પર જોવા મળ્યા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- મહારાષ્ટ્રનું આ રાજભવન(Mahrashatra Raj Bhavan) છેલ્લા દાયકાઓમાં ઘણી લોકતાંત્રિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. બંધારણ અને રાષ્ટ્રના હિતમાં અહીં શપથ સ્વરૂપે લેવાયેલા ઠરાવોનો તે સાક્ષી રહ્યો છે. હવે અહીં રાજભવનમાં બનેલ જલભૂષણ ભવન અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
At the inauguration of the new Jal Bhushan bldg & Kranti Gatha Gallery of Revolutionaries at the Raj Bhavan:L2R ex Maharashtra CM Devendra Fadnavis, Dy CM Ajit Pawar,Governor Bhagat Singh Koshyari, @PMOIndia Narendra Modi, Maharashtra CM Uddhav Thackeray & former CM Ashok Chavan pic.twitter.com/r9BpwPzyut
— AgnelaRonitaTorcato (@artorcato) June 14, 2022
આ સમાચાર પણ વાંચો : દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તી ક્યારે થશે- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપ્યો આ જવાબ
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજભવન ખાતે સ્વાતંત્ર્ય સંગ્રામના દિગ્ગજ લોકોને સમર્પિત સંગ્રહાલય 'ક્રાંતિકારીઓની ગેલેરી'નું અનાવરણ કર્યું હતું. મહારાષ્ટ્રના તત્કાલિન રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવના કાર્યકાળ દરમિયાન ઓગસ્ટ 2016માં રાજભવનમાં એક ભૂગર્ભ ભોંયરું મળી આવ્યું હતું. ભોંયરામાં ગેલેરી ઉભી કરવામાં આવી છે.
Maharashtra | PM Modi today inaugurated the newly renovated 'Jal Bhushan' building, performed Dwar Pujan and also visited the historic Shrigundi Temple at Raj Bhavan in Mumbai.
Gov Bhagat Singh Koshyari, CM Uddhav Thackeray & Dy CM Ajit Pawar were also present on the occasion. pic.twitter.com/IzvZrsVZ6p
— ANI (@ANI) June 14, 2022
આ ગેલેરી પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા બ્રિટિશ યુગના 13 બંકરોના અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં શાળાના બાળકો દ્વારા સ્વતંત્રતા ચળવળના નાયકો, ચળવળમાં તેમની ભૂમિકા, શિલ્પો, દુર્લભ ફોટોગ્રાફ્સ, ભીંતચિત્રો અને આદિવાસી ક્રાંતિકારીઓ પર દોરેલા વર્ણનો છે.
હવે PM મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ(BKC)માં મુંબઈ સમાચારના દ્વિશતાબ્દિ ઈવેન્ટમાં સામેલ થશે. તેનું પ્રકાશન 1 જુલાઈ 1822થી સતત થઈ રહ્યું છે, જેના 200 વર્ષ પૂણ થતાં આ પ્રસંગે વડાપ્રધાન મોદી એક ટપાલ ટિકિટ પણ જાહેર કરશે.
આ સમાચાર પણ વાંચો : આ મુસ્લિમ દેશ ભારતની સાથે- કહ્યું અમે શા માટે પયગંબરની ટિપ્પણી સંદર્ભે વિરોધ કરીએ- જાણો કયો છે તે દેશ
