ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર
મુંબઈમાં સીએનજી અને પીએનજીની કિંમતોમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે.
મહાનગર ગેસ લિમિટેડે CNGના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ કિલો અને PNGના ભાવમાં 1.50 રૂપિયા પ્રતિ યુનિટે વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ સીએનજીની નવી કિંમત 66.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ છે અને પીએનજીની કિંમત 39.50 રૂપિયા/એસસીએમ થઇ છે.
કિંમતમાં આ વધારો શનિવારે મોડી રાતથી લાગુ થઇ ગયો છે.
મુંબઈમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સીએનજીની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે.
મુંબઈ શહેરમાં જોરદાર ઠંડી, સવાર સવારમાં આટલું છે તાપમાન; બધાને ઊંઘ આવે છે
