ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનનો અંધેર નગરી ગંડુ રાજા જેવો કારભાર છે. 53 વર્ષના રમેશ મારુતિ શેલારની બનાવટી દસ્તાવેજોને આધારે પાલિકામાં નોકરી કરવાના ગુના હેઠળ પોલીસે ધરપકડ કરી છે. 28 વર્ષ સુધી તેણે માળી તરીકે પાલિકામાં નોકરી હતી.
આ પ્રકરણમાં ગયા મહિને ગુનો નોંધવામાં આવ્યો હતો. આમાં કમાલની વાત એ છે કે જે વ્યક્તિના નામથી રમેશે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, તે પણ પાલિકામાં જ કામ કરે છે. બંને કર્મચારીઓનાં નામ, પિતાનું નામ, અટક અને જન્મદિવસ એક જ દિવસ હોવાથી ઉપરી અધિકારીને શંકા ગઈ હતી. એથી તેઓએ બંને પાસે સર્ટિફિકેટ માગ્યા હતા.
મુંબઈ મનપાનો ગજબ કારભાર, બે મહિનામાં માત્ર આટલા જ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કર્યા; જાણો વિગત
રમેશ શેલારે નોકરી મેળવવા માટે મારુતિ સાબળેના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. 1989ની સાલથી મારુતિ સાબળે પાલિકામાં કામ કરતો હતો. તેના દસ્તાવેજના આધારે રમેશે માળી તરીકે નોકરી મેળવી હતી. પોલીસને તપાસ દરમિયાન રમેશે જુન્નરમાં એક તહસીલદારની મદદથી બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. રમેશને પાલિકામાં બનાવટી દસ્તાવેજના આધારે નોકરી અપાવનારી વ્યક્તિને પણ પોલીસ શોધી રહી છે.