News Continuous Bureau | Mumbai
મુંબઈના મલાડમાં(Malad) દિંડોશીમાં(Dindoshi) એક શોપિંગ સેન્ટરમા (shopping center) દરોડો પાડવામાં આવેલા ત્રણ લૂંટારુંઓને(robbers) પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં (filmy style) પકડી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણ આરોપી અંધેરીથી(Andheri) ઓટોરિક્ષા(Autorickshaw) ચોરીને શોપિંગ મોલમાં(shopping mall) દરોડો પાડવાના હતા. ધરપકડ કરવામાં આવેલા આરોપીના નામ અફઝલ અસ્લમ ખાન ઉર, આરિફ શફી અહમદ અન્સારી વિધ્રેશ વ્યંકટેશન દેવેન્દ્ર છે. તમામ આરોપી સામે દરોડો, ચોરી, જાનલેવા હુમલો અને ખંડણી જેવા 50થી વધુ ગુના નોંધાયા છે. પોલીસને આરોપીઓ પાસેથી ધારદાર શસ્ત્રો, બે ચોરાયેલા મોબાઈલ ફોન(Mobile phone) અને ચોરીની ઓટીરીક્ષા કબજે કરી હતી.
આ સમાચાર પણ વાંચો: 30 વર્ષ નગરસેવક અને ઉપમહાપોર પદ પર રહેલા ભાજપના નેતા રામ બારોટનો દીકરો શિવસેનાના રસ્તે ચાલ્યો
પોલીસના જણાવ્યા મુજબ દિંડોશી પોલીસની હદમાં નાગરી નિવારા પરિસરમાં રહેલા અલંકાર શોપિંગ સેન્ટર ધાડ પાડવાની યોજના સાથે મધરાતે અંધેરીથી ઓટોરીક્ષામાં ત્રણે ચોરો નીકળ્યા હતા. ધાડ પાડવાની હતી, તે જગ્યાએ તેમને શંકાસ્પદ હાલતમાં જોતા અમુક લોકોને તેમના પર શંકા જતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.
દિંડોશી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને શોપિંગ સેન્ટર બહાર છટકું ગોઠવ્યું હતું. ચોરી કર્યા બાદ માલસામાન સાથે તેઓ બહાર નીકળતા જ પોલીસે તેમને ઘેરી લીધા હતા. જોકે આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે એકદમ ફિલ્મી સ્ટાઈલમાં તેમનો અંધેરી સુધી પીછો કર્યો હતો અને છેવટે તેમને પકડી પાડ્યા હતા.