Site icon

નકલી વેક્સિનેશનના કામમાં સામેલ ચારકોપની શિવમ્ હૉસ્પિટલ સંદર્ભે પોલીસે મહાનગરપાલિકા પાસે આ માગણી કરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જુલાઈ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં બોગસ વેક્સિનેશન પ્રકરણમાં કાંદિવલીના ચારકોપ વિસ્તારની શિવમ્ હૉસ્પટલની મહત્ત્વની ભૂમિકા જણાઈ આવી છે. આ હૉસ્પિટલના માલિકનો એમાં સહભાગ હોવાનું જણાઈ આવ્યુ છે. એથી મુંબઈ પોલીસે મુંબઈ મહાનગરપાલિકાને આ હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની માગણી કરી છે.

શિવમ્ હૉસ્પિટલમાં કોવિશીલ્ડની ખાલી બાટલીઓમાં સલાઇનનું પાણી ભરીને વેક્સિનેશનના  ઠેકાણે વાપરવામાં આવતું હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. એથી આ હૉસ્પિટલને સીલ કરવાની માગણી પોલીસ તરફથી પાલિકાને કરવામાં આવી છે.

બોગસ વેક્સિનેશન પ્રકરણમાં અત્યાર સુધી અલગ અલગ સ્થળે 11 ગુના દાખલ થયા છે, તો 13ની ધરપકડ કરવામાં આવી છે. એમાં શિવમ્ હૉસ્પિટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલા લોકોમાં ડૉ. મનીષ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. તેણે બોગસ વેક્સિનેશનમાં મુખ્ય સૂત્રધાર શિવમ્ હૉસ્પિટલનો માલિક હોવાનું કહ્યું હતું.

નકલી વેક્સિનેશન મામલે 11મી FIR થઈ; જાણો ઇન્વેસ્ટિગેશન અપડેટ્સ

પોલીસની તપાસમાં આ લોકોએ મુંબઈ અને થાણેમાં  25 મેથી 6 જૂન દરમિયાન વેક્સિનેશન કૅમ્પ યોજ્યા હતા. વેક્સિનના નામે લોકોને સલાઇન વૉટર આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version