ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરમાં વેપારીઓનું દર્દ સાંભળવા માટે કોઈ તૈયાર નથી. બીજી તરફ ફેરિયાઓ પોલીસ વિભાગને હપ્તા પહોંચાડે છે એટલે પોલીસ વિભાગના કર્મચારીઓ ફેરિયાઓના વોચમેન બની ગયા છે.
આ વાતને સાબિત કરતી ઘટના દાદર શિવાજી પાર્ક પાસે બની હતી. અહીં દાદર ના વેપારી અને ફેડરેશનના સભ્ય દ્વારા ગેરકાયદેસર રીતે ધંધો કરનાર ફેરિયાઓ નું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. બરાબર આ સમયે પોલીસ વિભાગના કર્મચારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને તેમણે કમલ શાહ સાથે બદ્સલુકી કરી હતી. તેમની પાસે માફી નામું લખાવ્યું. આ ઉપરાંત તેમના મોબાઈલ માંથી બધા રેકોર્ડિંગ ડિલીટ કરાવ્યા અને સોરી પણ કહેવડાવ્યું.
આશરે એક કલાક સુધી વેપારીઓ પર માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો.
કાંદિવલીના નકલી વેક્સિનેશનના પ્રમુખ આરોપી ડૉક્ટરનું આત્મસમર્પણ;જાણો વિગત
આવી છે ઠાકરે સરકારની મુંબઈ પોલીસ.