ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બદલી અને પ્રમોશન માટેની અરજી સીધી મહારાષ્ટ્ર ડાયરેક્ટર જનરલની ઑફિસમાં મોકલનારા પોલીસ અધિકારીઓ સામે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાળે આંખ લાલ કરી છે. કમિશનર ઑફિસને નહીં ગણકારનારા અમુક અધિકારી અને કર્મચારીઓને મુંબઈ કમિશનરે ચોખ્ખા શબ્દોમાં સીધા ચાલવાની ચેતવણી આપી દીધી હોવાનું કહેવાય છે.
અમુક અધિકારીઓ અને કર્મચારીઓએ મુંબઈ શહેરની બહાર અથવા અન્ય ખાતામાં બદલી અથવા પ્રમોશન માટે નિયમ મુજબ મુંબઈ પોલીસની ઑફિસમાં અરજી મોકલવાની હોય છે, પરંતુ આ લોકો એમ નહીં કરતાં બારોબાર સીધી મહારાષ્ટ્ર ડાયરેક્ટર જનરલની ઑફિસમાં અરજી મોકલતા હોય છે. હવેથી આ અધિકારીઓએ પહેલા પોતાની અરજી મુંબઈ પોલીસ કમિશનર ઑફિસમાં નહીં મોકલી તો આવા લોકો સામે શિસ્તભંગનાં પગલાં લેવાશે એવો લેખિત આદેશ કમિશનરે આપ્યો હોવાનું કહેવાય છે.
મોટા સમાચાર: આ તારીખ સુધીમાં દેશભરમાં લાગશે પ્રીપેડ સ્માર્ટ મીટર, બદલાશે વીજળીના બિલ ભરવાની પદ્ધતિ