Site icon

ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચશો? વધતા ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા બોરીવલી પોલીસે લીધા ક્લાસ… 

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના પશ્ચિમ પરાંમાં ખાસ કરીને મલાડ, બોરીવલી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી ઓનલાઇન ફ્રોડના કેસ વધી ગયા છે. બે અઠવાડિયા અગાઉ ઓનલાઇન ફ્રોડ(online fraud)નો ભોગ બનેલા યુવક રીકવરી એજેન્ટના બ્લકેમેઈલિંગ(blackmailing)થી કંટાળીને આત્મહત્યા(suicide) કરી લીધી હતી. રિકવરી એજેન્ટો અને આવી ઓનલાઈન લોન (online loan application)આપનારી કંપનીઓ સામે પોલીસના ઢીલા વલણ સામે ભારે ઉહાપોહ થયા બાદ છેવટે પોલીસ(police) જાગી છે. બોરીવલીમાં પોલીસે ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા માટે સાયબર ક્રાઈમ અવેરનેસ કેમ્પનું આયોજન કર્યું હતું.

Join Our WhatsApp Community

બોરીવલી(west)માં આંગણ ક્લાસિક હોલમાં બુધવારે મા શિવાજી રંગ અમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે નોર્થ રીજન સાઈબર પોલીસ સ્ટેશન(North Region Cyber Police Station) દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ (Cyber Crime Awareness)માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોને ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ(Online banking system)માં પાસવર્ડ રાખવાને લઈને માહિતી આપવામાં આવી હતી. પાસર્વડ કેવા રાખવા, કેવા નહીં રાખવાની ખાસ માહિતી આપવામાં આવી હતી. ફોન પર કોઈ સાથે ઓટીપી નંબર(OTP number) શેર કરવો નહીં, ફેસબુક પર મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પર્સનલ રાખવાને લગતી માહિતી પણ લોકોને આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : ઘઉંની વધતી કિંમતો વચ્ચે મોદી સરકારે લીધો આ મોટો ફેંસલો, જાણો વિગત.. 

ફેસબુસ અને સોશિયલ મીડિયા(social media) પરથી ફોટા લઈને તેને મોર્ફ કરીને ન્યુડ ફોટા અને વિડિયો બનાવી લોકોને બ્લેકમેલ(blackmail) કરવામાં આવી રહ્યા છે, તેથી કેવી સાવધાની રાખવી તેની પણ જાણ લોકોને કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા મેસેજ પરથી આવતા મેસેજમાં રહેલી લિંકને ઓપન કરવી નહીં, તેમ જ તમારો બેંક એકાઉન્ટ બે દિવસમાં બંધ થઈ જશે એવા ફોન કરીને ડરાવનારા લોકોથી સાવધ રહેવાનું પણ અવેરનેસ કેમ્પ માં લોકોને કહેવામાં આવ્યું હતું.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version