ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
હાલ કોરોનાની જતા આંકડા ને કારણે લોકો ઘણા ચિંતિત છે. લોકો એવું માની રહ્યા છે કે કોરોના નો વિસ્ફોટ થયો છે. જોકે મહાનગરપાલિકા આના કરતાં વિપરીત અભિપ્રાય ધરાવે છે. મહાનગર પાલિકાનું માનવું છે કે કોરોનાના ટેસ્ટિંગ વધારાને કારણે પોઝિટિવ કેસ દેખાઈ રહ્યા છે. મુંબઈ શહેરમાં પ્રતિદિન આશરે ૪૫ હજાર લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેટલું ટેસ્ટિંગ વધારવામાં આવે છે તેવા શંકાસ્પદ કેસ વધુ આવે છે. આ ઉપરાંત જેટલા પોઝિટિવ દર્દીઓ છે તેમાંથી ૮૦ ટકાથી વધુ દર્દીઓ માં કોઈ જ લક્ષણ નથી. આથી તેઓ નો ઈલાજ હોસ્પિટલમાં નથી થઈ રહ્યો.
આવનાર દિવસોમાં ટેસ્ટિંગ હજુ વધારવામાં આવશે. જેને કારણે શંકાસ્પદ કેસ તેમ જ પોઝિટિવ કેસ વધુમાં વધુ મળી શકે.
લોકોએ માત્ર તકેદારી રાખવાની જરૂર છે.
આ મુંબઈ મહાનગર પાલિકાનું માનવું છે કે ટેસ્ટિંગ વધારાને કારણે આંકડા વધી રહ્યા છે.