ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
બોરીવલી પશ્ચિમમાં આર.એમ. ભટ્ટ માર્ગ અને એસ. વી. રોડના જંક્શન ખાતેના ફ્લાયઓવરનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. એની કિંમત 161 કરોડ રૂપિયાથી વધીને 651 કરોડ થઈ ગઈ છે. હવે આ મામલે નવો મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ખર્ચમાં ચારથી પાંચ ગણો વધારો કરવાની દરખાસ્ત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ ફગાવી દીધી છે. સ્થાયી સમિતિએ કૉન્ટ્રૅક્ટરને વધારાના કામ આપ્યા વિના નવા ટેન્ડર બહાર પાડીને કામ આપવું જોઈએ એવું સૂચન કર્યું છે. પરિણામે હાલમાં બોરીવલીમાં ફ્લાયઓવર પર કામ ચાલુ છે એ કામ અટક્યું છે.
હકીકતે આ પુલ પર કામ શરૂ થયા પછી આઈએસ કોડમાં નવા સુધારાની રજૂઆત સાથે, આ પુલની સલામતીના દૃષ્ટિકોણથી બેરિંગમાં સુધારો કરવો જરૂરી હતો. કાર્યસ્થળમાં કેટલાક સ્પેન્સની લંબાઈ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આના કારણે આ બાંધકામની કિંમતમાં વધારો થયો. પરિણામે, વિવિધ કર સહિત 161 કરોડ રૂપિયાનો મૂળ કરાર કાર્ય વધારીને 651 કરોડ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિની છેલ્લી બેઠક પહેલાં આ દરખાસ્ત આવી હતી ત્યારે કરારની રકમમાં આટલા મોટા વધારાને ધ્યાનમાં રાખીને સમિતિના સભ્યોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. કૉર્પોરેશનના પરિપત્ર મુજબ આટલી મોટી સંખ્યામાં વિવિધતાઓ આપી શકાતી નથી. આ નવી રકમનું પ્રમાણ આશરે 400ટકા વધારે છે. એ પછી સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ દ્વારા દરખાસ્તને નકારી કાઢવામાં આવી હતી.
કાંદિવલીના ફેક વેક્સિનેશન મામલે FIR નોંધાઈ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે બ્રિજનું નિર્માણ 15 નવેમ્બર, 2018 ના રોજ શરૂ થયું હતું. એથી ચોમાસા સિવાય 24 મહિનામાં આ કામ પૂર્ણ થવાની અપેક્ષા હતી. આ પૂલના બાંધકામના ચાલી રહેલા કામને કારણે એસ.વી. રોડ અને કલ્પના ચાવલા ચોક વચ્ચે અવારનાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. આ મોટા ફેરફારને કારણે આ કામ રખડે એવી શક્યતા છે.