News Continuous Bureau | Mumbai
નોકરીના કારણે ઘણી વખત મુંબઈગરા(Mumbaikar)ઓ કામકાજના દિવસોમાં બેંક કે પોસ્ટ ઓફિસ(Post Office)નું કામ કરી શકતા નથી. અને શનિવાર, રવિવાર ઘણીવાર બેંક(Banking) અને પોસ્ટ ઓફિસ(India Post)ની રજાઓ હોય છે. પરંતુ હવે પોસ્ટ ઓફિસ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી કરતા મુંબઈકર માટે હવે પોસ્ટ ઓફિસે સાંજે(Evening) પણ ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ વિભાગે શહેરના ઉપનગરોમાં આવેલી પોસ્ટ ઑફિસો સવારથી સાંજ સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. તેથી હવે ઓફિસેથી ઘરે આવ્યા બાદ નોકરિયાત મુંબઈગરાઓ માટે પોસ્ટ ઓફિસથી કામ પર જવાનું અનુકૂળ રહેશે.
આ સમાચાર પણ વાંચો : કુર્લાની બહુમાળી બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ- કેટલાય લોકો ફસાયા- દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો
મુંબઈ(Mumbai)માં લગભગ 60 પોસ્ટ ઑફિસો સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મુંબઈકરો(Mumbaikars)ની સેવામાં રહેશે, તેની જાહેરાત 9 ઑક્ટોબરે વર્લ્ડ પોસ્ટ ડે(World Post Day)ના અવસર પર કરવામાં આવશે. આ માટે મુંબઈના પોસ્ટલ વિભાગે શહેરના ઉપનગરોમાં આવેલી પોસ્ટ ઓફિસોની સમીક્ષા કરી હતી. તે પછી વધુને વધુ રહેણાંક વિસ્તારની પોસ્ટ ઓફિસ(Post Office) પસંદ કરવામાં આવી છે. જેમાં મુંબઈના છ સર્કલમાં કુલ 60 પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. 24 કલાકની પોસ્ટ ઓફિસમાં પૂર્વ મુંબઈમાં દસ, પશ્ચિમમાં દસ, દક્ષિણ મુંબઈમાં ત્રણ, ઉત્તર મુંબઈમાં દસ, ઉત્તર પૂર્વમાં બાર અને ઉત્તર પશ્ચિમમાં દસનો સમાવેશ થાય છે.