News Continuous Bureau | Mumbai
દહીસર(પૂર્વ)માં(Dahisar (East) આનંદ નગર(Anand Nagar) ફ્લાયઓવર(Flyover) પાસે મેટ્રો રેલના(metro rail) કામને કારણે મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. ગયા વર્ષે ચોમાસા(Monsoon) પહેલાં ખાડા પૂરવામાં આવ્યા હતા. જોકે હવે ફરી એક વખત રસ્તા પર મોટી સંખ્યામાં ખાડા પડી ગયા છે. રહેવાસીની ફરિયાદ બાદ પાલિકા(palika) ખાડા બુઝાવવી જતી હોય છે ફરી રસ્તા પર ખાડા પડતા હોય છે. તે માટે પાલિકાએ મેટ્રો પ્રશાસનને(Metro administration) જવાબદાર ગણીને હાથ ઉપર કરી રહી હોવાનો સ્થાનિક નાગરિકો આરોપ કરી રહ્યા છે.
દહીસર (પૂર્વ)માં આનંદ નગરમાં છત્રપતિ શિવાજી મહારાજ ફલાયઓવર(Chhatrapati Shivaji Maharaj Flyover) પાસે પડેલા ખાડાને પાલિકાએ સપ્ટેમ્બરમાં જ પૂર્યા હતા. બે મહિનામાં જ રસ્તા પર ફરી ખાડા પડી ગયા હતા. સામાજિક કાર્યકર્તા(Social worker) રાજેશ પંડયાએ(Rajesh Pandya) પાલિકાની દહીસર ઓફિસમાં આ બાબતે અનેક વખત ફરિયાદો કરી હતી. છેવટે 10 ફેબ્રુઆરી,2022ના પાલિકા અધિકારીઓએ જગ્યાની વિઝિટ કરી પુલ ખાતાને પત્ર મોકલવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ કામ બાબતે મેટ્રોના અધિકારીઓને પત્ર મોકલવામાં આવશે એવુ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી પત્ર મોકલ્યો કે નહીં તેની કોઈ માહિતી ન હોવાનો દાવો રાજેશ પંડયાએ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં બિઘાડીઃ BMCમાં શિવસેનાનું અધધ કરોડ રૂપિયાનું TDR કૌભાંડ, કોંગ્રેસનો આરોપ… જાણો વિગતે
પાલિકા અને મેટ્રો દ્વારા એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવતી હોવાને કારણે નાગરિકોને હેરાન થવું પડી રહ્યું છે. વાહનચાલકોને ખાડાવાળા રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. હવે ચોમાસુ નજીક છે ત્યારે રસ્તા પર ખાડાનું પ્રમાણ વધવાની શક્યતા છે. ત્યારે જો પાલિકા અને મેટ્રો પ્રશાસને રસ્તા પરની ખાડાની નોંધ નહીં લીધી તો ના છુટકે લોકોને આંદોલન પર ઉતરવું પડશે એવી ચીમકી પણ સ્થાનિક રહેવાસીઓ આપી ચૂક્યા છે.