News Continuous Bureau | Mumbai
Powai Lake Overflow : ગઈકાલથી મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે મુંબઈમાં પાણી જમા થઈ ગયા છે. સિસ્ટમ એલર્ટ મોડ પર છે. બહાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે મુંબઈમાં પાણી ભરાઈ ગયું છે, ત્યારે મુંબઈવાસીઓ માટે એક ખૂબ જ ખુશીના અને મહત્ત્વના સમાચાર છે…
મુંબઈમાં ગઈ રાતના ભારે વરસાદ બાદ પવઈ તળાવ ઓવરફ્લો થવા લાગ્યું છે. આ તળાવની ક્ષમતા 545 કરોડ લિટર છે. આ કૃત્રિમ તળાવનું નિર્માણ વર્ષ 1890માં 12.59 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ ચોમાસાની ઋતુમાં આ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. આ તળાવનું પાણી પીવાલાયક ન હોવાથી તેનો ઉપયોગ મુખ્યત્વે ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. તેથી મુંબઈના ઔદ્યોગિક જગતમાં પાણીની સમસ્યા હવે હલ થવા જઈ રહી છે.
💧बृहन्मुंबई महानगरपालिका क्षेत्रातील कृत्रिम तलावांपैकी महत्त्वाचा असणारा पवई तलाव आज पहाटे ४:४५ वाजेच्या सुमारास पूर्ण भरुन वाहू लागला आहे. ५४५ कोटी लीटर एवढी जलधारण क्षमता असणाऱ्या या तलावाचे पाणी फक्त औद्योगिक कारणांसाठी वापरले जाते.
💧Powai lake, one of the most important… pic.twitter.com/mcipqWrXml
— माझी Mumbai, आपली BMC (@mybmc) July 8, 2024
આ સમાચાર પણ વાંચો : Mumbai Weather : મુંબઈમાં ભારે વરસાદ બાદ હાઈ ટાઈડ એલર્ટ, જાણો કેવી રહેશે સ્થિતિ..