News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે(Western Railway) એ લોઅર પરેલ(Lower Parel bridge) બ્રિજના ગર્ડરને ઉભા કરવા માટે આજે ગુરુવાર મધ્યરાત્રિ(Midnight) થી શુક્રવાર વહેલી સવાર સુધી એમ ચાર કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક(Traffic and power block) ની જાહેરાત કરી છે. આ ગર્ડર ઉભા કરવા માટે ગુરુવારે રાતે 1.10 AM વાગ્યાથી શુક્રવારે સવારે 5.10 AM વાગ્યા સુધી તમામ માર્ગો પર આ બ્લોક રહેશે. આ બ્લોક સમયગાળા દરમિયાન, કેટલીક લોકલ ટ્રેનો(local train) રદ કરવામાં આવશે અને કેટલીક લોકલ ટ્રેનોના રૂટમાં ફેરફાર(Route divert) કરવામાં આવશે.
બ્લૉક સમયગાળા દરમિયાન ગુરુવારે મધ્યરાત્રિએ 12.30 AM વાગ્યે બોરીવલી-ચર્ચગેટ અને સવારે 1.05 AM વાગ્યે વિરાર-ચર્ચગેટ અંધેરીથી મુંબઈ સેન્ટ્રલ સુધી ફાસ્ટ લોકલ દોડશે.
સવારે 4:15 AM વાગ્યે ચર્ચગેટ-વિરાર સ્લો લોકલ દાદરથી સવારે 4:36 AM વાગ્યે ઉપડશે અને 4:38 AM ચર્ચગેટ-બોરીવલી સ્લો લોકલ બાંદ્રાથી સવારે 5:08 વાગ્યે ઉપડશે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈગરાઓ છત્રી-રેઈનકોટ લઈને નિકળજો- વરસાદને લઈને મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો
મધરાતે 3:25 AM વિરાર-ચર્ચગેટ, 3:40 AM નાલાસોપારા-બોરીવલી ધીમી, 4:05 AM ભાઈંદર-ચર્ચગેટ ફાસ્ટ લોકલ, 3:53 AM વિરાર-ચર્ચગેટ ફાસ્ટ લોકલ 15 મિનિટ મોડી દોડશે.
બોરીવલી-ચર્ચગેટ લોકલ રદ કરીને, રેલવે આ લોકલ સવારે 4:45 AM વાગ્યે મલાડ-ચર્ચગેટ સ્પેશિયલ લોકલ દોડાવશે.
બોરીવલી-ચર્ચગેટથી દાદર માટે ધીમી લોકલ સવારે 4.02 AM કલાકે દોડાવવામાં આવશે. જોકે આ લોકલ માટુંગા રોડ અને માહિમ સ્ટેશન પર થોભશે નહીં.
બોરીવલી-ચર્ચગેટ ધીમી લોકલ સવારે 4:14 AM વાગ્યે બાંદ્રા સ્ટેશન સુધી દોડશે. આ લોકલની પરત યાત્રા આ સ્ટેશનથી શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના ઝવેરી બજારમાં EDનો દરોડો- ખાનગી લોકરમાંથી જપ્ત કર્યો સોના ચાંદીનો જથ્થો- કિંમત જાણી ચોંકી જશો
આ લોકલ ટ્રેનો રહેશે રદ
ચર્ચગેટ-અંધેરી – રાતે 12:31 AM
ચર્ચગેટ- બોરીવલી – રાતે 1:00 AM
ચર્ચગેટ- બોરીવલી – રાતે 12:41 AM
અંધેરી – ચર્ચગેટ- વહેલી સવારે 4:04 AM
બોરીવલી – ચર્ચગેટ – વહેલી સવારે 3:50 AM
બોરીવલી- ચર્ચગેટ- વહેલી સવારે 5:31 AM