Site icon

લોકલ રેલ યાત્રી કૃપયા ધ્યાન દે- વેસ્ટર્ન રેલવેમાં આ કારણથી આજે છે ચાર કલાકનો નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક- આટલી ટ્રેનો થશે રદ

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે(Western Railwayએ લોઅર પરેલ(Lower Parel bridgeબ્રિજના ગર્ડરને ઉભા કરવા માટે આજે ગુરુવાર  મધ્યરાત્રિ(Midnightથી શુક્રવાર વહેલી સવાર સુધી એમ ચાર કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક(Traffic and power blockની જાહેરાત કરી છે. આ ગર્ડર ઉભા કરવા માટે ગુરુવારે રાતે 1.10 AM વાગ્યાથી શુક્રવારે સવારે 5.10 AM વાગ્યા સુધી તમામ માર્ગો પર આ બ્લોક રહેશે. આ બ્લોક સમયગાળા દરમિયાન, કેટલીક લોકલ ટ્રેનો(local trainરદ કરવામાં આવશે અને કેટલીક લોકલ ટ્રેનોના રૂટમાં ફેરફાર(Route divertકરવામાં આવશે.

Join Our WhatsApp Community

બ્લૉક સમયગાળા દરમિયાન ગુરુવારે મધ્યરાત્રિએ 12.30 AM વાગ્યે બોરીવલી-ચર્ચગેટ અને સવારે 1.05 AM વાગ્યે વિરાર-ચર્ચગેટ અંધેરીથી મુંબઈ સેન્ટ્રલ સુધી ફાસ્ટ લોકલ દોડશે.

સવારે 4:15 AM વાગ્યે ચર્ચગેટ-વિરાર સ્લો લોકલ દાદરથી સવારે 4:36 AM વાગ્યે ઉપડશે અને 4:38 AM ચર્ચગેટ-બોરીવલી સ્લો લોકલ બાંદ્રાથી સવારે 5:08 વાગ્યે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો :મુંબઈગરાઓ છત્રી-રેઈનકોટ લઈને નિકળજો- વરસાદને લઈને મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો

મધરાતે 3:25 AM વિરાર-ચર્ચગેટ, 3:40 AM નાલાસોપારા-બોરીવલી ધીમી, 4:05 AM ભાઈંદર-ચર્ચગેટ ફાસ્ટ લોકલ, 3:53 AM વિરાર-ચર્ચગેટ ફાસ્ટ લોકલ 15 મિનિટ મોડી દોડશે.

બોરીવલી-ચર્ચગેટ લોકલ રદ કરીને, રેલવે આ લોકલ સવારે 4:45 AM વાગ્યે મલાડ-ચર્ચગેટ સ્પેશિયલ લોકલ દોડાવશે.

બોરીવલી-ચર્ચગેટથી દાદર માટે ધીમી લોકલ સવારે 4.02 AM કલાકે દોડાવવામાં આવશે. જોકે આ લોકલ માટુંગા રોડ અને માહિમ સ્ટેશન પર થોભશે નહીં.

બોરીવલી-ચર્ચગેટ ધીમી લોકલ સવારે 4:14 AM વાગ્યે બાંદ્રા સ્ટેશન સુધી દોડશે. આ લોકલની પરત યાત્રા આ સ્ટેશનથી શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના ઝવેરી બજારમાં EDનો દરોડો- ખાનગી લોકરમાંથી જપ્ત કર્યો સોના ચાંદીનો જથ્થો- કિંમત જાણી ચોંકી જશો

આ લોકલ ટ્રેનો રહેશે રદ 

ચર્ચગેટ-અંધેરી – રાતે 12:31 AM 

ચર્ચગેટ- બોરીવલી – રાતે 1:00 AM 

ચર્ચગેટ- બોરીવલી – રાતે 12:41 AM 

અંધેરી – ચર્ચગેટ-  વહેલી સવારે 4:04 AM 

બોરીવલી – ચર્ચગેટ – વહેલી સવારે  3:50 AM 

બોરીવલી- ચર્ચગેટ-  વહેલી સવારે 5:31 AM 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version