લો બોલો!! આજે પણ મુંબઈમાં પાણી પુરવઠાને થશે અસરઃ પાવર ફેલ્યરની અસર પાણી પુરવઠાને થઈ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને મંગળવારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કલાકો સુધી વીજળી(Electricity) તો ગુલ હતી જ પણ મુંબઈના(Mumbai) અનેક વિસ્તારમાં પાણી પુરવઠો(Water shortage) પણ ખંડિત થઈ ગયો હતો. આજે પણ મુંબઈના અનેક વિસ્તારમાં થનારા પાણી પુરવઠાને અસર થશે એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કર્યો છે.

પડઘામાં વીજ ઉપકેન્દ્રમાં ખામી સર્જાતા મુંબઈના અનેક વિસ્તારમાં વીજળી ગુલ(Power outage) થઈ હતી. તેની અસર મુંબઈના ભાંડુપ(Bhandup) અને પીસે પાંજરાપોળમાંથી શહેરને થતા પાણી-પુરવઠાને પણ અસર થઈ હતી. 

ભાતસા ડૅમમાંથી(bhatsa dam) પાણી લાવવાની કામગીરી છ કલાક સુધી બંધ રહી હતી. પરિણામે આ ખાધને પૂરી કરવા માટે આજનો દિવસ પણ જશે. તેથી આજે પણ શહેરીજનોને પાણીની તંગીનો સામનો કરવો પડવાનો છે. 

આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! હવે બેસ્ટની ટિકિટ પણ મોબાઈલ ઍપ પર એડવાન્સમાં બુક કરી શકાશે. જાણો વિગતે.

ભિવંડીના(Bhiwandi) પડઘામાં સબ-સ્ટેશન(Substation) ટ્રિપ થવાને કારણે મંગળવારે સવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન(Mumbai metropolitan region) હેઠળ આવતા વિસ્તારોમાં વીજપુરવઠા પર અસર થઈ હતી. વીજપુરવઠો સવારે ૧૦.૧૫થી ૧૧.૩૦ દરમ્યાન તબક્કાવાર શરૂ કરાયો હતો, પરંતુ એના કારણે ભાતસા ડૅમમાંથી લાવવામાં આવતા પાણી-પુરવઠા પર અસર પડી હતી. આ ડૅમ શહેરને ૬૦ ટકા પાણી-પુરવઠો પૂરો પાડે છે. 

પાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર ડિપાર્ટમેન્ટના ચીફ સંજય આર્તેના કહેવા મુજબ ‘પાવર ફેલ્યરને લીધે ડૅમમાંથી પાણી ખેંચવાના તેમ જ ભાંડુપમાં પાણી શુદ્ધીકરણની પ્રક્રિયા પર છ કલાક સુધી અસર પડી હતી. આ ખાધ પૂરી કરવા માટે ૨૪ કલાકનો સમય લાગશે. આ જ કારણસર આજે મુંબઈગરાઓએ પાણીકાપનો સામનો કરવો પડશે.’
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment