ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસા ની તૈયારી અત્યારથી જ આરંભી દીધી છે. ત્રણ મહિના બાદ ચોમાસું આવશે અને હાલ કોરોના કાર ચાલુ છે.આવા સમયે બેવડી તકલીફમાં ન મુકાય તેથી મુંબઈ મહાનગરપાલિકાએ મચ્છર વિરોધી મુહિમ શરૂ કરી છે.
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ અલગ-અલગ બિલ્ડિંગોમાં જઈને જાત તપાસણી કરી રહ્યા છે કે ક્યાંક જે તે જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા તો નથી ને?
જોકે અનેક ઇમારતો એવી છે જેણે મુંબઈ મહાનગરપાલિકાના સૂચનો પ્રત્યે ધ્યાન આપ્યું નથી. આવી સોસાયટીઓ ની વિરુદ્ધમાં મહાનગરપાલિકાએ હવે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ 814 હાઉસિંગ સોસાયટીઓની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો છે. હવે સોસાયટીના પદાધિકારીઓ અને કોર્ટના ધક્કા ખાવા પડશે તેમ જ ઉપાય યોજના ન કરવા બદલ દરેક સોસાયટીને ન્યૂનતમ 25,000 રૂપિયાનો દંડ તેમજ પદાધિકારીઓને શિક્ષા પણ થઈ શકે છે.એટલે તમામ મુંબઈકરો એ સાવધ રહેવાની જરૂર છે.