ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મુંબઈમાં બહુ જલદી 100 ટકા વૅક્સિનેશન પૂરું થવાનું છે. પરંતુ તેની સામે મુંબઈમાં ગર્ભવતી મહિલાઓમાં કોવિડ-19ની વૅક્સિન લેવાનું પ્રમાણ અત્યંત ઓછું હોવાથી પાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.
મુંબઈમાં અત્યાર સુધી ૯૦ લાખ લાભાર્થીઓએ કોવિડ-19 પ્રતિબંધક વૅક્સિન લીધી છે. તેમા માત્ર ૩,૦૦૦ ગર્ભવતી મહિલાઓએ વૅક્સિન લીધી છે.
પાલિકાના આરોગ્ય ખાતાએ આપેલા આંકડા મુજબ જુલાઈ ૨૦૨૧થી અત્યાર સુધી ૫,૭૩૮ વૅક્સિનના ડોઝ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવ્યા છે. તેમાં પહેલો ડોઝ લેનારી ગર્ભવતી મહિલાઓની સંખ્યા ૩,૦૨૪ છે. તો માત્ર ૨,૭૧૪ ગર્ભવી મહિલાઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.
પાલિકાના જણાવ્યા મુજબ દર વર્ષે લગભગ ૧.૨ લાખથી ૧.૫ લાખ ગર્ભવતી મહિલાઓના નામ રજિસ્ટર થતા હોય છે. તેમાંથી મુંબઈમાં માત્ર ૨.૫ ટકા ગર્ભવતી મહિલાનું વૅક્સિનેશન થયું છે.