ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈમાં લગભગ 1.5 લાખ ગર્ભવતી મહિલાઓ સામે છેલ્લા 22 દિવસમાં માત્ર 429 મહિલાઓએ કોવિડ-19 પ્રતિબંધક વેક્સિન લીધી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. એથી ગર્ભવતી મહિલાઓ વેક્સિન લેવાથી ખચકાઈ રહી છે કે પછી સરકારની કામગીરી સંતોષજનક નથી એવા સવાલ થઈ રહ્યા છે.
મુંબઈમાં 15 જુલાઈથી ગર્ભવતી મહિલાઓને કોવિડ-19ની વેક્સિન આપવાનું અભિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કર્યું છે, પંરતુ મોટા ભાગની ગર્ભવતી મહિલાઓ વેક્સિન લેવાથી દૂર ભાગી રહી છે. અત્યાર સુધી મુંબઈમાં માત્ર 429 મહિલાઓએ જ વેક્સિન લીધી છે. એમાં 427 મહિલાઓનો અત્યાર સુધી એક ડોઝ થયો છે, તો બે મહિલાઓના બે ડોઝ થઈ ગયા છે.
સુપ્રીમો શરદ પવાર કર્ણાટક ની મુલાકાતે. આ મોટા નેતા સાથે કરી બેઠક.
શહેરના નિષ્ણાત ગાયનેકોલૉજિસ્ટના કહેવા મુજબ વેક્સિન લીધા બાદ તાવ આવતો હોય છે. એથી ગર્ભવતી મહિલાઓ ડરી રહી છે. તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, છતાં તેઓમાં વેક્સિનને લઈને ભય છે. એમાં પાછું સરકારે પોતાની જવાબદારી પર વેક્સિન લેવા માટે કહ્યું હોવાથી પણ મહિલાઓ વેક્સિન લેવાથી ખચકાઈ રહી છે. વેક્સિનને લઈને ગર્ભવતી મહિલાઓમાં સરકારે વધુ ને વધુ જનજાગૃતિ લાવવાની આવશ્યકતા હોવા પર પણ નિષ્ણાતો ભાર આપી રહ્યા છે.