Site icon

તૈયાર રહેજો!! મુંબઈમાં આવી રહ્યો છે વરસાદ, હવામાન ખાતાએ આટલા દિવસમાં વરસાદની કરી આગાહી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

નૈર્ઋત્યના ચોમાસાનું(Monsoon) આંદામાન-નિકોબારમાં(Andaman-Nicobar) આગમન થઈ ગયું છે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે  હવામાન વિભાગે(Meteorological Department) શુક્રવાર સુધી મુંબઈમાં પ્રી-મોન્સુન શાવર(Pre-monsoon shower) એટલે કે ચોમાસા પહેલાના વરસાદની આગાહી(Rainfall forecast) કરી છે.

Join Our WhatsApp Community

આ વર્ષે ચોમાસું વહેલું આવી જશે એવી હવામાન ખાતાએ આગાહી કરી હતી. સોમવારથી આંદામાન અને નિકોબારમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરિણામે ચોમાસું કેરળમાં(Kerala) ચાર દિવસ વહેલું અને મુંબઈમાં ત્રણ દિવસ વહેલું પહોંચવાની ધારણા છે. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે મુંબઈમાં શુક્રવાર સુધી પ્રી-મોન્સુનની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું નિર્ધારિત સમય કરતાં એક સપ્તાહ વહેલું 22 મેના બદલે 15 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ(Islands) પર પહોંચ્યું છે. તે 27 મે સુધીમાં કેરળ અને પછી 5 થી 6 જૂન સુધીમાં મુંબઈ પહોંચશે. હવામાન નિષ્ણાતના કહેવા મુજબ મુંબઈમાં 20 થી 21 મે દરમિયાન પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  હાશ!! આખરે રેલવેના વર્ષો જૂના અટવાયેલા પ્રોજેક્ટ થશે પૂરા, ઠાકરે સરકારે ફાળવ્યું આટલું ભંડોળ.. જાણો વિગતે

બંગાળની(Bengal) ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે ચોમાસાની શરૂઆત સારી થઈ છે. તેથી કેરળ સહિત મુંબઈમાં ચોમાસું સમય કરતાં વહેલું આવી જશે. બીજી તરફ, કેરળના દરિયાકાંઠે આગામી બે દિવસમાં મુશળધાર વરસાદની(Heavy rain) સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ(Kokan) તટ સહિત રાજ્યના નવ જિલ્લાઓમાં યલો એલર્ટ(yellow Alert) જારી કરવામાં આવ્યું છે. તેથી મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે.

ચોમાસું જલ્દી બેસવાની આગાહી વચ્ચે મુંબઈમાં હજુ નાળાની સફાઈનું કામ બાકી છે. BMCએ નાળાની સફાઈ(Drainage cleaning) માટે 31 મેની તારીખ નક્કી કરી છે. હજુ સુધી નાળાની સફાઈ માટે ઘણું કામ બાકી છે. તેથી, ભારે વરસાદના સમયે નાગરિકોને હેરાન થવાની નોબત આવી શકે છે.
 

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version