જેમ જેમ ઉનાળો વધી રહ્યો છે તેમ તેમ લીંબુની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. તેથી તેની કિંમતોમાં પણ વધારો થયો છે. એક લીંબુનો ભાવ સાતથી દસ રૂપિયા વધી ગયો છે અને વેચાણકર્તાઓનું કહેવું છે કે ઘરમાં અને હોટલોમાં લીંબુની માંગ વધવાને કારણે ભાવમાં વધારો થયો છે.
જથ્થાબંધ અને છૂટક બજારમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. છૂટક બજારમાં એક લીંબુ 7 થી 10 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. માંગની સરખામણીએ લીંબુની અછત છે અને શરબત વેચનાર તથા હોટેલો તરફથી માંગ વધવાથી ભાવ પર અસર પડી હોવાનું વિક્રેતાઓનું કહેવું છે. સાથે જ શરબત વેચનારાઓએ પણ લીંબુ શરબતના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે.
સોલાપુરથી મુંબઈના બજારમાં મોટી માત્રામાં લીંબુ આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંથી આવતા પ્રવાહમાં ઘટાડો થયો છે. હાલમાં વાશીના જથ્થાબંધ બજારમાં આંધ્ર પ્રદેશમાંથી આવકો આવી રહી છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં પચાસ ટકા ઘટી છે. તેની અસર પ્રતિ કિલો લીંબુના ભાવ પર પડી છે. જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસાને કારણે લીંબુના ઉત્પાદનને અસર થઈ છે.
આ સમાચાર પણ વાંચો : સાવરકર મુદ્દે ઉદ્ધવ ઠાકરેની વિપક્ષની મિટીંગમાંથી પીછેહઠ કર્યા બાદ વિપક્ષનો નવો ‘ઠરાવ’
શરબતના ભાવમાં વધારો
વધતી ગરમીના કારણે સોફ્ટ ડ્રિંક્સની માંગ વધી છે. આ સોફ્ટ ડ્રિંક્સના ભાવમાં પણ આ વર્ષે વધારો થયો છે. સરબત, જેની કિંમત 10 રૂપિયા હતી, તે હવે ઉપનગરોમાં કેટલીક જગ્યાએ 15 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ વર્ષે લીંબુનું ઉત્પાદન ઘટવાથી લીંબુના ભાવમાં વધારો થયો છે.