News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(Covid19 outbreak) દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં વસૂલવામાં આવેલી મોટી સામે વાલીઓએ ભારે ઉહાપોહ કર્યો હતો. છેવટે સરકારની મધ્યસ્થી બાદ ખાનગી શાળાઓ(Private schools) ફી(fees) ઘટાડવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે હવે મહારાષ્ટ્રમાં(Maharashtra) ઉનાળુ વેકેશન(Summer vacation) શરૂ થતાંની સાથે જ ખાનગી શાળાઓને શૈક્ષણિક સત્ર 2021-22માં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી 15 ટકા ફીની કપાતની વિગતો આપવા માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે એક પ્રસ્તાવ બહાર પાડીને શાળાઓને તેમની ફીમાં 15 ટકાનો ઘટાડો કરવા માટે કહ્યું હતું. જો કે, પેરેંટ બોડીએ આ આદેશને એક ધૂર્ત ગણાવ્યો હતો કારણ કે સરકારે પરિપત્ર જારી કરતા પહેલા ફી એક્ટમાં સુધારો કરવાની અથવા વટહુકમ પસાર કરવાની જરૂર હતી.
નોંધનીય છે કે માર્ચ 2020 ના લોકડાઉન પછી, 2020-21 માં સમાન આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેને કેટલીક ખાનગી શાળાઓ દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ફીની ચુકવણી ન કરવા બદલ વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ પાછો ખેંચવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, નાયબ શિક્ષણ નિયામક એ ગયા મહિને ફરીથી શાળાઓને જમા કરેલી ફીના 15 ટકા પરત કરવા અથવા તેને આગામી સત્રમાં એડજસ્ટ કરવા જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : આખરે 12 વર્ષે ન્યાય મળ્યોઃ બોરીવલીના જૈન મંદિરમાં લૂંટ અને હત્યા કેસમાં ત્રણને આજીવન કેદની સજા.. જાણો વિગતે.
રાજ્યભરની શાળાઓમાં સોમવારથી ઉનાળુ વેકેશન છે. શહેરમાં 2022-23ના સત્ર માટે 13 જૂનથી શાળાઓ ફરી ખુલશે, જે શાળાઓએ ફીમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે તેમને હજુ પણ વિદ્યાર્થીની ફી લેવામાં મુશ્કેલી આવી રહી છે.