Site icon News Continuous Bureau | Mumbai

હવે મુંબઈવાસીઓનો પ્રૉપર્ટી ટૅક્સ વધશે, મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના સામે લડવા, પૈસા વસૂલ કરવા નવો કીમિયો અજમાવ્યો;  જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોનાને પગલે પહેલેથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા મુંબઈગરાને વધુ આર્થિક ફટકો પડવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની ખાલી થઈ ગયેલી તિજોરી ભરવા માટે હવે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલના રેડીરેકનર મુજબ આ વધારો થવાનો છે, જે લગભગ 14થી 25 ટકા રહેશે. પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાથી પાલિકાની આવકમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાનો વધારો થવાનો અંદાજો છે.

મુંબઈમાં દર પાંચ વર્ષે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવતો હોય છે. છેલ્લે 2015માં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. એ મુજબ 2020માં એમાં વધારો કરવામાં આવવાનો હતો. જોકે કોરોના મહામારીને પગલે નિર્ણય લંબાઈ ગયો હતો. હવે આગામી ચાર વર્ષ માટે એટલે કે 2025 સુધી કરમાં વધારો થશે.

બુધવારે સ્થાયી સમિતિમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો. જોકે વિરોધ પક્ષના વિરોધને પગલે આગામી બેઠક સુધી પ્રસ્તાવ સ્થગિત કરવામાં આવ્યો છે. પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો જમીન અથવા બિલ્ડિંગના કૅપિટલ વૅલ્યૂ પર પહેલી એપ્રિલ 2021ના અમલમાં રહેલા રેડીરેકનરના દરને આધારિત હશે. એટલે કે મુંબઈના  જે-તે વિસ્તારના રેડીરેકનરના દર મુજબ પ્રૉપર્ટી ટૅક્સ લેવામાં આવશે.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version