News Continuous Bureau | Mumbai
થોડા દિવસ અગાઉ જ પાલિકાના ભૂતપૂર્વ નગરસેવક અને શિવસેનાના અગ્રણી નેતાના ઘરે ઈન્કમટેક્સ રેડ પાડી હતી. મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ નેતાએ 36 મિલકતની ખરીદી કરી હતી. 130 કરોડની આ મિલકતની ખરીદી તેમણે ફક્ત બે વર્ષમાં જ કરી હોવાની ચોંકવાનારી બાબત પણ ઈન્કમટેક્સની રેડમાં બહાર આવી હતી.
મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઈન્કમટેક્સના સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકાની મહત્વની સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષે પાલિકાના એક કોન્ટ્રેક્ટર સાથે મળીને 130 કરોડ રૂપિયાની 30 મિલકત જમા કરી હોવાનું રેડ દરમિયાન જણાઈ આવ્યું હતું. કોન્ટ્રેક્ટર સાથે મળીને માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં 130 કરોડ રૂપિયાની મિલકત તેણે ખરીદી હતી. 2020ની સાલમાં 12 તો કોરોના મહામારીના સમય દરમિયાન એટલે કે 2021ની સાલમાં 24 મિલકત ખરીદી હતી.
આ સમાચાર પણ વાંચો : સાંતાક્રુઝમાં 100 વર્ષ જૂના હનુમાન મંદિર પર પડશે પાલિકાનો હથોડો. BMC એ મંદિરને તોડી પાડવાની ફટકારી નોટિસ, મંદિર બચાવવા નાગરિકો ઉતર્યા રસ્તા પર..
ઈન્કમટેક્સે આ કાર્યવાહીમાં 35 કરતા વધુ જગ્યાએ છાપા માર્યા હતા. તેમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા હતા. તે મુજબ આંતરરાષ્ટ્રીય હવાલા મારફતે પણ વ્યવહાર કરીને તેમણે પૈસા કમાયા હતા. કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ, પાવતી અને બિલ પણ મળ્યા હતા.
મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે લગભગ ચારથી પાંચ દિવસ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કરચોરી કરવા અને મિલકત છૂપાવવા માટે 12 કરતા વધુ બનાવટી કંપનીઓ પણ બનાવી હોવાનું કહેવાય છે.