Site icon

શિવસેનાના આ નેતા પાસે 36 પ્રોપર્ટી અને 130 કરોડ રૂપિયા. આ બધું બન્યું માત્ર બે વર્ષમાં. ઈન્કમટેક્સ વિભાગનો દાવો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

થોડા દિવસ અગાઉ જ પાલિકાના ભૂતપૂર્વ નગરસેવક અને શિવસેનાના અગ્રણી નેતાના ઘરે ઈન્કમટેક્સ રેડ પાડી હતી. મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ નેતાએ 36 મિલકતની ખરીદી કરી હતી. 130 કરોડની આ મિલકતની ખરીદી તેમણે ફક્ત બે વર્ષમાં જ કરી હોવાની ચોંકવાનારી બાબત પણ ઈન્કમટેક્સની રેડમાં બહાર આવી હતી.

Join Our WhatsApp Community

મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઈન્કમટેક્સના સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકાની મહત્વની સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષે પાલિકાના એક કોન્ટ્રેક્ટર સાથે મળીને 130 કરોડ રૂપિયાની 30 મિલકત જમા કરી હોવાનું રેડ દરમિયાન જણાઈ આવ્યું હતું. કોન્ટ્રેક્ટર સાથે મળીને માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં 130 કરોડ રૂપિયાની મિલકત તેણે ખરીદી હતી. 2020ની સાલમાં 12 તો કોરોના મહામારીના સમય દરમિયાન એટલે કે 2021ની સાલમાં 24 મિલકત ખરીદી હતી.

 આ સમાચાર પણ વાંચો : સાંતાક્રુઝમાં 100 વર્ષ જૂના હનુમાન મંદિર પર પડશે પાલિકાનો હથોડો. BMC એ મંદિરને તોડી પાડવાની ફટકારી નોટિસ, મંદિર બચાવવા નાગરિકો ઉતર્યા રસ્તા પર..

ઈન્કમટેક્સે આ કાર્યવાહીમાં 35 કરતા વધુ જગ્યાએ છાપા માર્યા હતા. તેમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા હતા. તે મુજબ આંતરરાષ્ટ્રીય હવાલા મારફતે પણ વ્યવહાર કરીને તેમણે પૈસા કમાયા હતા. કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ, પાવતી અને બિલ પણ મળ્યા હતા.  
 મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે લગભગ ચારથી પાંચ દિવસ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કરચોરી કરવા અને મિલકત છૂપાવવા માટે 12 કરતા વધુ બનાવટી કંપનીઓ પણ બનાવી હોવાનું કહેવાય છે. 

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version