News Continuous Bureau | Mumbai
શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder case) ના પ્રત્યાઘાત બહુ ઘેરા છે. અનેક સામાજિક અને મહિલા અધિકાર સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે મુંબઇ શહેર (Mumbai) ના અલગ-અલગ વિસ્તારમાં હવે શ્રદ્ધાના સમર્થનમાં હેન્ડ બિલ લઈને વિરોધ કરી રહેલા લોકો દેખાઈ રહ્યા છે. મુંબઈના દાદર રેલવે સ્ટેશન (Dadar Railway station) ની બહાર અનેક સ્ત્રીઓ હાથમાં બિલબોર્ડ લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો અનેક લોકોએ લોકલ ટ્રેન (Local train) ની અંદર જનજાગૃતિ માટે બિલબોર્ડ લઈને ફરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટ કંપની (Co-operate Company) માં કામ કરી રહેલા લોકો પણ સોશિયલ મીડિયા (Social Media) અને પોતાની ઓફિસમાં આ સંદર્ભે પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે.
જુઓ આ ફોટોગ્રાફ્સ…
આ સમાચાર પણ વાંચો: Shraddha Walker Murder: દિલ્હીના ચોંકાવનારા શ્રદ્ધા વાકર મર્ડર કેસ પર બનશે ફિલ્મ, આ ડિરેક્ટરે શરૂ કર્યું કામ…
Join Our WhatsApp Community