News Continuous Bureau | Mumbai
નવરાત્રીના તહેવારમાં(Navratri Festival) મુસાફરોના(Commuters) ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ(Western Railway) મુંબઈ-ગુજરાત(Mumbai-Gujarat) વચ્ચે સ્પેશિયલ ટ્રેન(Special train) દોડાવી રહી છે, જેમાં ઉધના-બાંદ્રા ટર્મિનસ,(Udhana-Bandra Terminus) બાંદ્રા ટર્મિનસ-અજમેર(Bandra Terminus-Ajmer), સુરત-બાંદ્રા ટર્મિનસ(Surat-Bandra Terminus), બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર પૂજા વિશેષ ટ્રેનનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નં. 09032 ઉધના – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નં. 09032 ઉધના – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 1લી ઓક્ટોબર 2022 શનિવારના રોજ ઉધનાથી 15.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
2) ટ્રેન નં. 09035/09036 બાંદ્રા ટર્મિનસ – અજમેર-બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નં. 09035 બાંદ્રા ટર્મિનસ – અજમેર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 01 ઓક્ટોબર 2022ના રોજ 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.05 કલાકે અજમેર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09036 અજમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અજમેરથી રવિવાર, બીજી ઓક્ટોબર 2022ના રોજ 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બોરીવલી પહોંચશે. આ ટ્રેન વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ અને બેવર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. ટ્રેન નં. 09035 પણ બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : ઠંડા ઠંડા-કૂલ કૂલ-પશ્ચિમ રેલવે આવતીકાલથી વધુ 31 એસી લોકલ સેવાઓ દોડાવશે- બહાર પાડ્યું નવું ટાઈમ ટેબલ- જાણો ટ્રેનોનો પૂરો શેડ્યુલ અહીં
3) ટ્રેન નં. 09044 સુરત – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નં. 09044 સુરત – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 01 ઓક્ટોબર 2022 ના રોજ શનિવારે સુરતથી 18.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
4) ટ્રેન નં. 09415/09416 બાંદ્રા ટર્મિનસ – ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નં. 09415 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 01 ઓક્ટોબર 2022ના રોજ 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.15 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09416 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ભુજથી સોમવાર, 3જી ઓક્ટોબર 2022ના રોજ 13.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સામખિયાળી અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
5) ટ્રેન નં. 09043 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ
ટ્રેન નં. 09043 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી મંગળવાર, 4 ઓક્ટોબર 2022ના રોજ 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.05 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબરનું બુકિંગ 09032, 09035, 09044, 09415, 09416 અને 09043 PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર 30મી સપ્ટેમ્બર, 2022થી ખુલશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન(composition) સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : નવરાત્રીના ઉપવાસ દરમિયાન કરવાના છો પ્રવાસ- તો કરો આ નંબર પર કોલ- ટ્રેનમાં મળશે ફરાળી થાળી- જાણો શું છે મેનુમાં