ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત છે. પરંતુ તમે એમ સમઝાટ હશો કે મામુલી દંડ ભરી છૂટી જશો તો એ તમારી ભૂલ છે. દંડ નહીં ભરનારાને હવે રસ્તા સાફ કરવાની સજા થશે..
મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઇમાં, જે લોકો જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા હોય તેમને BMC દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો કોઈ દંડ ભરવા માંગતા ન હોય, તો તેણે સામુદાયિક સેવા હેઠળ માર્ગો પર ઝાડું લગાવું પડશે.
અધિકારીઓએ કોરોના વાયરસ રોગચાળો ફેલાતો અટકાવવા માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. કે-વેસ્ટ વોર્ડે માસ્ક પહેર્યા વિના ફરનારા ઘણા લોકોને એક કલાક સુધી ઝાડું લગાવડાવ્યું હતું.. આ વોર્ડમાં અંધેરી પશ્ચિમ, જુહુ અને વર્સોવા આવે છે. સહાયક નિગમ કમિશનર (કે-વેસ્ટ વોર્ડ) એ ગુરુવારે જણાવ્યું કે છેલ્લા સાત દિવસોમાં, લોકોને માસ્ક ન પહેરવા અને અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલો કરવાનો ઇનકાર કરવા અથવા દંડ ન ભરનારા લોકો પાસે સમુદાયની સેવા હેઠળ સફાઇ કરાવી છે. કે-વેસ્ટ વોર્ડમાં અત્યાર સુધી અમે 35 લોકો પાસે સમુદાયિક સેવા કરાવડાવી છે એમ પણ તેમણે કહ્યું હતું..
અધિકારીઓના મતે, આ સજા BMC નાં ઉપકાયદા હેઠળ કરવામાં આવી રહી છે. આ નિયમ હેઠળ, મ્યુનિસિપલ બોડી શેરીઓમાં થૂંકતા લોકોને વિવિધ સમુદાયિક સેવાઓ કરવા માટે કહી શકે છે. શરૂઆતમાં, મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના લોકો શેરીઓમાં સફાઇ જેવી સમુદાયિક સેવા કરવા માંગતા નથી, પરંતુ જ્યારે તેમને પોલીસ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવે છે, ત્યારે તેઓ આમ કરવા તૈયાર થઇ જાય છે.