Site icon

માસ્ક ન પહેરનાર મુંબઈગરાઓ સાવધાન.. હવે દંડ ભર્યા વગર છૂટી નહીં શકો, આનાકાની કરશો તો રસ્તા સાફ કરવા પડશે.. વાંચો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

30 ઓક્ટોબર 2020

કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત છે. પરંતુ તમે એમ સમઝાટ હશો કે મામુલી દંડ ભરી છૂટી જશો તો એ તમારી ભૂલ છે. દંડ નહીં ભરનારાને હવે રસ્તા સાફ કરવાની સજા થશે.. 

મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઇમાં, જે લોકો જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા હોય તેમને BMC દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો કોઈ દંડ ભરવા માંગતા ન હોય, તો તેણે સામુદાયિક સેવા હેઠળ માર્ગો પર ઝાડું લગાવું પડશે.

અધિકારીઓએ કોરોના વાયરસ રોગચાળો ફેલાતો અટકાવવા માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. કે-વેસ્ટ વોર્ડે માસ્ક પહેર્યા વિના ફરનારા ઘણા લોકોને એક કલાક સુધી ઝાડું લગાવડાવ્યું હતું.. આ વોર્ડમાં અંધેરી પશ્ચિમ, જુહુ અને વર્સોવા આવે છે. સહાયક નિગમ કમિશનર (કે-વેસ્ટ વોર્ડ) એ ગુરુવારે જણાવ્યું કે છેલ્લા સાત દિવસોમાં, લોકોને માસ્ક ન પહેરવા અને અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલો કરવાનો ઇનકાર કરવા અથવા દંડ ન ભરનારા લોકો પાસે સમુદાયની સેવા હેઠળ સફાઇ કરાવી છે. કે-વેસ્ટ વોર્ડમાં અત્યાર સુધી અમે 35 લોકો પાસે સમુદાયિક સેવા કરાવડાવી  છે એમ પણ તેમણે કહ્યું હતું..

અધિકારીઓના મતે, આ સજા BMC નાં ઉપકાયદા હેઠળ કરવામાં આવી રહી છે. આ નિયમ હેઠળ, મ્યુનિસિપલ બોડી શેરીઓમાં થૂંકતા લોકોને વિવિધ સમુદાયિક સેવાઓ કરવા માટે કહી શકે છે. શરૂઆતમાં, મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના લોકો શેરીઓમાં સફાઇ જેવી સમુદાયિક સેવા કરવા માંગતા નથી, પરંતુ જ્યારે તેમને પોલીસ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવે છે, ત્યારે તેઓ આમ કરવા તૈયાર થઇ જાય છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version