ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર
મુંબઈ શહેરમાં હવે જેને કોરોના થશે તેણે ન્યૂનતમ 17 દિવસ કોરન્ટીન રહેવું પડશે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ નવું પરિપત્ર જાહેર કર્યો છે. વાત એમ છે કે લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ હતી કે જે વ્યક્તિ ને કોરોના થયો હોય તેણે માત્ર સાત દિવસ ઘરે રહેવું પડે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ સંદર્ભે સંપૂર્ણ સ્પષ્ટતા આપી દીધી છે. નવા નિયમ મુજબ જે વ્યક્તિને લક્ષણ ન હોય અને તે પોતાના ઘરે ઈલાજ કરાવી રહી હોય તે વ્યક્તિએ કુલ ૧૭ દિવસ ઘરે રહેવું પડે. આ ઉપરાંત જે વ્યક્તિ હોસ્પિટલમાં ભરતી થઈ હોય તેણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી ઓછામાં ઓછા સાત દિવસથી ૧૦ દિવસ ઘરે રહેવું પડે.
હવે જો કોઈ વ્યક્તિને ઘરે ઉપચાર કર્યા બાદ કોરન્ટીન સમયમાંથી બહાર આવવું હોય તો તેણે સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકાના ડોક્ટર ને પોતાના સ્વાસ્થ્ય સંદર્ભે માહિતી આપવી પડશે અને ત્યારબાદ ડોક્ટર પાસેથી પરવાનગી મળ્યા બાદ ઘરની બહાર નીકળી શકાશે.