News Continuous Bureau | Mumbai
મુંબઈની લોકલ ટ્રેન એ લોકો માટે લાઈફલાઈન છે. મુંબઈ લોકલ દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આ લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ઝઘડા, ફેરિયાઓની દાદાગીરી અને મહિલાઓની મારામારી જેવા અનેક કિસ્સા જોયા અને સાંભળ્યા હશે પરંતુ ટ્રેનમાં ડાન્સ ભાગ્યે જ જોવા મળે છે કારણ કે ખચોખચ ભરેલી લોકલ ટ્રેનમાં ખાલી જગ્યા ભાગ્યે જ મળે છે.
View this post on Instagram
જોકે આવું થયું છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોર્વેના ફેમસ ડાન્સ ગ્રુપ ‘ક્વિક સ્ટાઈલ’એ મુંબઈની લોકલ ટ્રેનમાં ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ‘લેકે પહેલા પહેલા પ્યાર’ ગીતના રિમિક્સ વર્ઝન પર ડાન્સ કરી રહ્યાં છે. યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઓસ્ટ્રેલિયા: ખાલિસ્તાની સમર્થકો દ્વારા બ્રિસબેનમાં ભારતીય દૂતાવાસ બંધ, હિંદુઓ વિરુદ્ધ પોસ્ટર લહેરાવ્યા
વીડિયોમાં તેમને કાતીલ ચાલ બતાવતા જોઈ શકાય છે, જ્યારે અન્ય મુસાફરો તેમના પ્રદર્શનનો આનંદ માણતા જોઇ શકાય છે. વિડિયો પોસ્ટ કરતાની સાથે જ તેમના ચાહકો કોમેન્ટ સેક્શનમાં ઉમટી પડ્યા હતા. એક યુઝરે લખ્યું, શું!!! તેઓ મુંબઈમાં છે? હું તે લોકલ ટ્રેનમાં રહેવા માંગતો હતો. અન્ય એક યુઝરે આશ્ચર્ય સાથે ટિપ્પણી કરી છે કે, તમને ભીડભાડવાળી મુંબઈ લોકલ ટ્રેનમાં આટલી ખાલી જગ્યા કેવી રીતે મળી? તો કેટલાક યુઝર્સે કોરિયન ગ્રુપને મુંબઈના અન્ય સ્ટેશનો પર ડાન્સ કરવાની વિનંતી કરી છે.