News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના પશ્ચિમ પરામાં ગોરેગાંવ(Goregoan)માં રહેતી 21 વર્ષની મહિલાની હત્યાનો કેસ રેલવે પોલીસે માત્ર 12 કલાકમાં ઉકેલી નાંખ્યો હતો. 21 વર્ષીય આરોપી વિકાસ ખૈરનારે મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને ગુણીમાં ભરીને તેનો નિકાલ રેલવે ટ્રેક(Railway Track) પર કર્યો હતો. મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસે(Mumbai central Railway police)ગુણી પર રહેલી પ્રિન્ટ પરથી આરોપીને શોધી કાઢ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર માટુંગા(Matunga) અને માહિમ સ્ટેશન(Mahim) વચ્ચે રેલવે ટ્રેક પર ત્રણ ગુણીઓમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન રેલવે પોલીસે(Railway police) જણાયું હતું કે આરોપી વિકાસ પાસેથી ગોરેગાંવ પૂર્વની રહેવાસી સારિકા ચાલકે ઉછીને પૈસા લીધા હતા. વારંવાર માંગણી કરીને પણ સારિકા પૈસા ન ચૂકવતા વિકાસ ગુસ્સે થયો હતો. સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે ગોરગામના સેટેલાઇટ ટાવરના ત્રીજા માળે શૌચાલયમાં લઈ જઈને વિકાસે તેના પર હુમલો કરીને હત્યા કરી નાખી હતી.
આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં આ ખતરનાક આતંકી સંગઠનના 3 આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા..
આરોપી મૃતદેહના નિકાલ માટે સેટેલાઈટ ટાવર(satelite tower)થી ગોરેગાંવ રેલવે સ્ટેશન પર રિક્ષામાં આવ્યો હતો અને તેણે ગોરેગામથી ચર્ચગેટની ટ્રેન પકડી હતી. ત્યાર બાદ તેણે ગોરેગામથી માહિમ વચ્ચે ત્રણ બોરીઓ નાખી દીધી હતી. રેલવે ટ્રેક પર કામ કરનારા લોકોએ ગુણીમાં મૃતદેહ હોવાની પોલીસને જાણ કરી હતી. ગુણીમાં કચરો અને મૃતદેહ ભરેલો મળી આવ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન આ ગુણીઓ પર 'હરિ ઓમ ડ્રગ ગોરેગાંવ' એવી પ્રિન્ટ જોવા મળી હતી. આ પ્રિન્ટને આધારે મહિલાની શોધ કર્યા બાદ માત્ર 12 કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનો ડીંડોશી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી ડીંડોશી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.