ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
રેલવે દ્વારા ટ્રેનોના સંચાલનને મજબૂત કરવા સમયાંતરે વિકાસ કાર્યો હાથ ધરાય છે. આને કારણે વિશ્વમાં સૌથી મોટો વ્યવસાય પ્રદાન કરતી રેલ્વેની સેવાઓ ચોવીસ કલાક નોન-સ્ટોપ ચાલે છે.
કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી રેલવે તેના સામાન્ય ટાઈમ ટેબલ મુજબ ટ્રેન સેવાઓ શરૂ કરી રહી છે. જો તમે પણ ટ્રેન રિઝર્વેશન કરાવવાનું વિચારી રહ્યા છો, તો રિઝર્વેશન કરવાના સમયને જાણી લો. કારણ કે રેલવે રિઝર્વેશન સેવાને સુધારવાનું કામ કરવા જઈ રહી છે. તેથી અમુક સમય માટે આ સેવા બંધ રાખવામાં આવી છે.
પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ લૉકડાઉનની જાહેરાત, શાળાઓ આટલા દિવસ માટે બંધ, સરકારી કર્મચારી ઘરેથી કરશે કામ
પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ટેકનિકલ સુધારા માટે આગામી સાત દિવસ સુધી રિઝર્વેશન સેવા દરરોજ છ કલાક માટે બંધ રહેશે. રિઝર્વેશન સેવા છ કલાક માટે બંધ રાખીને રેલવે વિભાગ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)નો ડેટા એકત્ર કરશે અને નવી ટ્રેનના નંબરોની યાદી તૈયાર કરશે.
ટિકિટ આરક્ષણ સેવા 14-15 નવેમ્બરની રાત્રિથી 21-22 નવેમ્બરની સવાર સુધી 6 કલાક માટે બંધ રહેશે. દરરોજ રાતે 11.30થી સવારે 5.30 વાગ્યા સુધી આ સેવા બંધ રહેશે.