ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓક્ટોબર 2020
રેલ યાત્રિકોને ઝડપથી પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે રેલ મંત્રાલયે મોટી યોજના બનાવી છે. તે અનુસાર, મેલ/એક્સપ્રેસ ગાડીઓને 130 કિલોમીટરથી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચલાવવાની રેલવે તૈયારી કરી રહ્યું છે. આ ઝડપથી ચાલતી ટ્રેનોમાં NON-AC કોચ એટલે કે સ્લીપર અને જનરલ કોચ નહીં હોય..
હકીકતમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના 130 કિમી પ્રટિ કલાક કે તેનાથી વધુની ગતિથી ચાલવા પર નોન-એસી કોચ ટેકનિકલ સમસ્યા ઉભી કરે છે. તેથી આ પ્રકારની બધી ટ્રેનોમાંથી સ્લીપર કોચને સમાપ્ત કરી દેવામાં આવશે. લાંબા રૂટની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં હાલ 83 એસી કોચ લગાવવાનો પ્રસ્તાવ છે..
જાણકારી પ્રમાણે એસી ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે.
રેલવે પ્રવક્તાએ કહ્યુ કે, સ્વર્ણિમ ચતુર્ભુજ અને ડાયગોનલના પાટાને તે રીતે અપગ્રેડ કરવામાં આવી રહ્યાં છે કે તેના પર 130 કિલોમીટરથી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રેલગાડીનું સંચાલન કરી શકાય.
NON-AC ની બરાબર હશે AC કોચનું ભાડુ.. રેલવે ના પ્રવક્તાએ કહ્યુ કે, વર્તમાનમાં 83 બર્થ વાળા કોચને ડિઝાઇન કરવામાં આવી રહ્યાં છે. આ વર્ષે આવા 100 કોચ બનાવવાની યોજના છે અને આગામી વર્ષે 200 કોચ બનાવવામાં આવશે. આ કોચોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આ કોચોના સંચાલનથી મળતા અનુભવના આધાર પર આગળની પ્રગતિ થશે. અધિકારીઓએ જણાવ્યું કે, નવા એસી કોચ સસ્તા હશે અને તેનો ટિકિટ દર એસી થ્રી અને સ્લીપર કોચની વચ્ચેનો રહેશે.
