News Continuous Bureau | Mumbai
Mumbai rain : મુંબઈવાસીઓએ પોતાની છત્રી તૈયાર રાખવી પડશે. ગત અમુક દિવસો દરમિયાન મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે અને હવે મુંબઈનો વારો છે. હવામાન વિભાગના ( IMD ) જણાવ્યા મુજબ શનિવારે આખો દિવસ દરમિયાન મુંબઈના આસમાનમાં વાદળ છવાયેલા રહેશે અને સાંજ પછી વાયરો વાશે તેમજ વરસાદ પડશે.
Mumbai rain : મુંબઈ શહેરનું તાપમાન કેટલું રહેશે.
વાદળછાયું વાતાવરણ અને વરસાદને કારણે મુંબઈના ( Mumbai ) તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો આવશે. આ ઉપરાંત સાંજે 07:00 વાગ્યા પછી બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સુકાઈ શકે છે અને ત્યારબાદ વરસાદ પડવાની સંભાવના ( Weather Forecast ) છે.
આ સમાચાર પણ વાંચો: Vinayak Chaturthi 2024: આજે વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગ સહિત આ ત્રણ સંયોગો બની રહ્યા છે, યોગ્ય પુજાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થશે..જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને મંત્ર.
Mumbai rain : મહારાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો.
ચાલુ સપ્તાહે નાગપુર, સમસ્ત વિદર્ભ, પુના અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ( Rain Forecast ) પડ્યો. હવે તોફાની વાદળો મુંબઈ તરફ આગળ વધી રહ્યા છે.
Mumbai rain : આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે.
આગામી દિવસો દરમિયાન વાતાવરણ તપેલું અને ગરમ રહેશે. હાલ જે વરસાદ આવી રહ્યો છે તે વેધર ડિસ્ટર્બન્સને ( weather disturbance ) કારણે આવી રહ્યો છે.