Site icon

આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

Rain in many parts of Mumbai

આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

ગત રાત એટલે કે બુધવાર તારીખ 15 માર્ચથી મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ફક્ત મુંબઈ નહીં પરંતુ નવી મુંબઈ અને મીરા રોડ તેમજ ભાયંદર વિસ્તારમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જોવાની વાત એ છે કે અમુક વિસ્તારમાં ભારે વરસાદ હતો ત્યારે અમુક વિસ્તારો પૂરી રીતે કોરા કટ રહ્યા હતા.

વરસાદી વાતાવરણને કારણે વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ છે. તાપમાન નીચે આવી ગયું છે જેને કારણે લોકોને રાહત મળી છે. હવામાન વિભાગનું માનવું છે કે મુંબઈ શહેર અને આસપાસ વિસ્તારનું વાતાવરણ વાદળછાયુ રહેશે.

આ સમાચાર પણ વાંચો : India Biggest Data Breach: ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક, 81.5 કરોડ લોકોનો આધાર ડેટા થયો લીક.. જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં…

Exit mobile version