ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈગરાઓએ આ વર્ષે વર્ષના ચાર મહિના નહીં પરંતુ બારે મહિના ચોમાસાનો અનુભવ કર્યો છે. યુરોપીયન દેશોની માફક મુંબઈમાં પણ હવે ગમે ત્યારે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. ડિસેમ્બર મહિનામાં શિયાળાની ઠંડી પડવી જોઈએ, તેને બદલે મુંબઈમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈને બુધવારે મુશળધાર વરસાદ પડયો હતો.
મુંબઈમાં 2021ની સાલમાં આખુ વર્ષ વરસાદ રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશર અને જુદા જુદા વાવાઝોડાઓને કારણે મુંબઈમાં પણ બારે મહિના વરસાદ પડયો છે. 2021માં જાન્યુઆરી મહિનામાથી વરસાદ રહ્યો હતો. મુંબઈમાં ઠંડીને બદલે 8 જાન્યુઆરી 2021ના સવારના વરસાદ પડયો હતો. સરેરાશ ચાર મિલીમીટર જેટલો વરસાદ સવારના સમયમાં પડી ગયો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં પણ સરેરાશ ત્રણ મિલીમીટર વરસાદ પડયો હતો. માર્ચ અને એપ્રિલમાં પણ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.
હેં! ગુરુવારે એરપોર્ટ પર આવેલા 485 આંતરરાષ્ટ્રીય પ્રવાસીમાંથી આટલા કોવિડ પોઝિટિવ મળ્યા. જાણો વિગત
મે મહિનામા તૌકતે નામના વાવાઝોડાએ મુંબઈને જળબંબાકાર કરી મૂક્યું હતું. ભર ઉનાળાની મોસમમાં મુંબઈમાં મુશળધાર વરસાદ પડતા ઠેર ઠેર ભારે પાણી ભરાઈ ગયા હતા. જૂન મહિનામાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થાય તે પહેલા જ મુબઈમાં 250 મિલીમીટર એટલે કે 10 ઈંચ જેટલો વરસાદ પડી ચૂકયો હતો.
મુંબઈમાં આ વર્ષે 9 જૂનના નૈઋત્યના ચોમાસાનું આગમન થયું હતું. જુલાઈ અને ઓગસ્ટમાં સામાન્ય મુજબ વરસાદ રહ્યો હતો. સપ્ટેમ્બર અંત સુધીમાં મુંબઈમાં 2332.3 મિ.મી. અને ઉપનગરમાં 3163.5 મિ.મી. વરસાદ પડયો હતો. ઓક્ટોબરમાં હવામાન ખાતાએ સત્તાવાર રીતે ચોમાસું પૂરું થઈ ગયું હોવાની જાહેરાત કરી હતી. છેવટે ઓક્ટોબર અંત અને ત્યારબાદ નવેમ્બર આખો મહિનો વરસાદ રહ્યો હતો અને હવે ડિસેમ્બરના પ્રારંભ થવાની સાથે જ વરસાદ પડયો હતો.