Site icon

Raj Thackeray PC on Toll Issue: ટોલ દરમાં વધારો રદ કરવા માટે વાહન સર્વે… રાજ ઠાકરેની બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણયો. જાણો બીજુ શું કહ્યું રાજ ઠાકરેએ.. વાંચો વિગતે અહીં..

Raj Thackeray PC on Toll Issue: MNS પ્રમુખ રાજ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે ખાતરી આપી છે કે વધેલો ટોલ એક મહિનામાં રદ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા તમામ એન્ટ્રી પોઈન્ટ પર કેમેરા લગાવવામાં આવશે.

Raj Thackeray PC on Toll Issue Vehicular survey to cancel toll rate hike...

Raj Thackeray PC on Toll Issue Vehicular survey to cancel toll rate hike...

News Continuous Bureau | Mumbai 

Raj Thackeray PC on Toll Issue: MNS પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) એ એક પ્રેસ કોન્ફરન્સમાં ( press conference ) જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Government ) ખાતરી આપી છે કે વધેલો ટોલ ( Toll Hike ) એક મહિનામાં રદ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા તમામ એન્ટ્રી પોઈન્ટ પર કેમેરા લગાવવામાં આવશે. તેમજ અમે અમારા કેમેરા પણ લગાવીશું જેથી અમને ટોલ બૂથ ( Toll booth ) પર જતા વાહનોની સંખ્યા વિશે માહિતી મળી શકે, એમ રાજ ઠાકરેએ દાદા ભૂસે અને તેમની ટીમની સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા જણાવ્યું હતું. દરમિયાન, શિવાજી પાર્કમાં રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થ ખાતે ટોલ દર વધારાને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી દાદા ભુસે (Dada Bhuse) સહિત અધિકારીઓ શિવતીર્થ ખાતે હાજર રહ્યા હતા. દાદા ભુસેએ પોતે કહ્યું હતું કે તેઓ રાજ ઠાકરેની માંગણીઓ અંગે સકારાત્મક છે.

Join Our WhatsApp Community

રાજ ઠાકરેએ કહ્યું કે, “મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પર આવતીકાલથી કેમેરા લગાવવામાં આવશે. 15 દિવસ સુધી સરકાર અને અમારી પાર્ટીના કેમેરા દ્વારા આ તમામ એન્ટ્રી પોઈન્ટ પર નજર રાખવામાં આવશે. વાહનોના અવર જવરની વીડિયોગ્રાફી કરવામાં આવશે જેથી ટોલ દ્વારા. કેટલી ગાડીઓ પસાર થાય તે જાણવા મળશે ” તેમજ ગઈકાલે (ગુરુવારે) મીટીંગમાં જે બાબતો નક્કી કરવામાં આવી હતી તે લેખિત સ્વરૂપમાં આવી ન હતી, આજે મીટીંગ યોજીને તે બાબતોને લેખિત સ્વરૂપમાં તમારી સમક્ષ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું.

આગામી 15 દિવસ સુધી તમામ એન્ટ્રી પોઈન્ટ પર કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે….

“ગઈકાલે સહ્યાદ્રીએ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ( Eknath Shinde ) દાદા ભૂસે સાથે બેઠક કરી હતી , જેમાં કેટલીક બાબતો નક્કી કરવામાં આવી હતી, કેટલીક બાબતો લેખિત સ્વરૂપમાં ગઈકાલે આવી ન હતી, તો આજે એક બેઠક થઈ હતી જેમાં કેટલીક બાબતો લેખિત સ્વરૂપમાં આવી હતી. 9 વર્ષ પછી હું સહ્યાદ્રી ગયો, તે જ સમયે મને ખબર પડી કે ટોલ સંબંધી કરાર 2026 સુધી સમાપ્ત થવાનો છે, હું જાણું છું કે બેંક સાથે 2026 કરાર થાય ત્યાં સુધી તેના વિશે કંઈ કરી શકાય નહીં, ”રાજ ઠાકરેએ કહ્યું.

આ સમાચાર પણ વાંચો : Toll Naka: થાણેવાસીઓ માટે ટોલમાફીની શક્યતા! MH. 04 ના વાહનો ગણવા માટે ટોલનાકા પર થશે ખાસ આ વ્યવસ્થા.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..

રાજ ઠાકરે એ વધુમાં જણાવ્યું કે થાણેમાં 5 એન્ટ્રી પોઈન્ટ પર ટોલ વધારવામાં આવ્યો, અવિનાશ જાધવે વિરોધ કર્યો, જેમાં નાયબ મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે ફોર-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે કોઈ ટોલ નથી, લોકોએ વિચાર્યું કે અમારી સાથે છેતરપિંડી થઈ રહી છે કે શું? રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે આગામી 15 દિવસ સુધી તમામ એન્ટ્રી પોઈન્ટ પર સરકાર અને અમારી પાર્ટીના કેમેરા લગાવવામાં આવશે અને આવતીકાલથી વીડિયોગ્રાફી શરૂ થશે.

15 જૂના ટોલ રદ કરવાની માંગ….

રાજ ઠાકરેએ કહ્યું કે સરકાર 5 રૂપિયાના ટોલના વધારા અંગે 1 મહિનાનો સમય માંગે છે, ત્યારબાદ તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવશે. એ જ રીતે, થાણેથી નવી મુંબઈ સુધીના બે ટોલ છે, જેના માટે માત્ર એક જ ટોલ ચૂકવવો પડશે, એક મહિનામાં નિર્ણય લેવામાં આવશે, એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. વળી, મહારાષ્ટ્રની બહાર સારા સરળ રસ્તાઓ, પણ મહારાષ્ટ્રમાં સારા રસ્તા નથી.

રાજ ઠાકરેએ 29 ઓક્ટોબર પહેલા 15 જૂના ટોલ રદ કરવાની માંગ કરી છે. આ બેઠકમાં રાજે મુંબઈ એન્ટ્રી પોઈન્ટ, બાંદ્રા સીલિંક અને એક્સપ્રેસ વેની તપાસ CoG દ્વારા કરાવવાની પણ માંગ કરી છે. આ ઉપરાંત ટોલ નાકા વિસ્તારમાં રહેતા લોકોને રાહત દરે પાસ આપવાની માંગણી છે, આટલો ટેક્સ વસૂલવામાં આવે છે, તે જાય છે ક્યાં? ટેક્સ વસૂલતી વખતે ઓછામાં ઓછા રસ્તા સારા હોવા જોઈએ, એવી માગણી પણ રાજ ઠાકરેએ કરી છે. આ સિવાય રાજ ​​ઠાકરેએ કહ્યું છે કે તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અંગે પણ ચર્ચા કરશે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version