News Continuous Bureau | Mumbai
Ram Navami : મુંબઇ ( Mumbai ) માં હિન્દુઓનાં ધાર્મિક તહેવાર રામનવમીની પરંપરાગત રીતે અને ઉલ્લાસભેર ઉજવણીનો માર્ગ હવે મોકળો બન્યો છે. મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા ( Union Minister Mangal Prabhat Lodha ) નાં નૈતૃત્વ હેઠળ આજે પોલીસ કમિશનર વિવેક ફણસાલકર અને વિશેષ પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે રામ નવમી ઉત્સવની આયોજક સમિતિની બેઠક થઇ હતી. જેમાં રામનવમી ઉત્સવની પરવાનગી ( permission ) અંગે ચર્ચા થઇ હતી. મુંબઇમાં રામનવમી પહેલાના શનિવાર અથવા રવિવારે વિવિધ મંડળો દ્વારા રામનવમીની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ આવતી હોવાથી અને અન્ય કેટલાક ટેકનિકલ કારણોસર પોલીસે મુંબઈના કેટલાક ભાગોમાં રામ નવમી ( Ram Navami ) ની ઉજવણી કરવાની પરવાનગી નકારી હતી. મંત્રી લોઢાએ આ બેઠકમાં રામનવમી પહેલા ઉત્સવોના આયોજનની પરવાનગી મેળવવા વિનંતી કરી હતી અને તે મુજબ પોલીસના સહયોગથી જરૂરી પરવાનગી આપવામાં આવી છે. ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ રામલ્લા ( Ram Lalla ) અયોધ્યાના ભવ્ય મંદિરમાં હિ બિરાજમાન થયા છે, તેથી આ વર્ષે રામનવમીનું વિશેષ મહત્વ છે.
આ સમાચાર પણ વાંચો : Chaitra Navratri 5th Day : Chaitra Navratri 2024 Day 5: ચૈત્રી નવરાત્રીના પાંચમા દિવસે કરો દેવી સ્કંદમાતાની ઉપાસના, જાણો મુહૂર્ત, વિધિ, મંત્ર અને ભોગ..
મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પહેલ કરી અને પોલીસ સાથે ચર્ચા કરી
મંત્રી મંગલ પ્રભાત લોઢાને વિવિધ વર્તુળો દ્વારા રામ નવમી પહેલા આ તહેવારની ઉજવણીની પરવાનગી મેળવવા વિનંતી કરવામાં આવી હતી, જે મુજબ મંત્રી લોઢાએ પહેલ કરી અને પોલીસ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “૧૫ થી ૨૦ વર્ષથી મુંબઈમાં રામનવમીના તહેવારની ઉજવણી કરવાનો રિવાજ છે, રામનવમી પહેલા પણ આ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેટલાક ટેકનિકલ મુદ્દાનાં કારણે તેમને પરવાનગી નકારી દેવામાં આવી હતી. અમે તે ૧૨ મંડળોને સાથે લીધા અને પોલીસ કમિશ્નરને મળ્યા હતા. અમારી વિનંતી સાંભળીને, અમારી ચિંતાઓ સાંભળ્યા પછી, પોલીસે પહેલાથી જ મંજૂરી આપવામાં આવેલા મંડળો માટેના નિયંત્રણો હળવા કર્યા છે. અમે તેમના સહકાર બદલ પોલીસના આભારી છીએ”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.