ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
થાણેના એક રીજનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસ (RTO)માંથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બુકના ગોટાળાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાહનના હસ્તાંતરણની પ્રક્રિયા દરમિયાન થાણા RTOઑફિસમાં બનાવટી RC સ્માર્ટ કાર્ડ રજૂ કરાયા હોવાની માહિતી બહાર આવતાં હોબાળો મચી ગયો છે. સરકાર સાથે છેતરપિંડી કરવા બાબતે થાણા નગર પોલીસ સ્ટેશનમાં ૧૬ વાહનના માલિક અને એજન્ટો સહિત કુલ ૩૦ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નવા વાહનની નોંધણી બાદ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે RC સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં રહેલી ચિપમાં વાહનની સંપૂર્ણ વિગતો રહેલી હોય છે, જે કાર્ડ પર છાપવામાં આવે છે. RC સ્માર્ટ કાર્ડનું બનાવટીકરણ રોકવા માટે RTO પાસે RCMRZ નામની કૉમ્પ્યુટર સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આ આ સિસ્ટમ દ્વારા RC કાર્ડ રીડરમાં RC સ્માર્ટ કાર્ડ નાખતાં એ ચીપમાં રહેલી વાહનની સંપૂર્ણ માહિતી કૉમ્પ્યુટરમાં બતાવે છે.
મુંબઈના આ પરાના ગોડાઉનમાં મોડી રાત્રે લાગી આગ; જાણો વિગત
હકીકતે RC કાર્ડને કૉમ્પ્યુટરમાં તપાસવાની પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૨૧થી થાણા RTO દ્વારા શરૂ કરવામાં આવી છે. હસ્તાંતરણ માટે આવશ્યક ફૉર્મ સાથે ઓળખપત્ર રજૂ કરવામાં આવે છે એની સાથે આ કાગળ-પત્રો RC સ્માર્ટ કાર્ડ પણ રજૂ કરવું આવશ્યક છે. આ પ્રક્રિયા દરમિયાન જણાયું હતું કે ૧૬ વાહનના માલિકો દ્વારા બનાવટી કાર્ડ રજૂ કરાયાં હોવાનું સામે આવ્યું હતું. આ કાર્ડ પર આપવામાં આવેલી માહિતી અને ચિપમાં રહેલી માહિતી જુદી હોવાનું ધ્યાનમાં આવતાંRTOઑફિસના અધિકારીએ જ આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી.