ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈમાં ઘર લેવાનું સૌ કોઈ સપનું જોતા હોય છે ત્યારે ઘર ખરીદનારા માટે આનંદની વાત છે. ભારતના અન્ય શહેરની સરખામણીમાં મુંબઈમાં ઘરની કિંમતમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તેથી મુંબઈમાં ઘર ખરીદવા ઇચ્છુક લોકો માટે સોનેરી તક નિર્માથ થઈ છે. નાઈટ ફ્રંક ઈન્ડિયા આ સંસ્થાએ 2021નો ત્રિમાસિક ગ્લોબલ રેસિડેન્શિયલ સિટીઝ ઈન્ડેક્સનો અહેવાલ બહાર પાડયો છે. અહેવાલ મુજબ આ વર્ષમાં ઘરની કિંમતમાં 1.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આ વર્ષે વિશ્વ ના 93 ટકા શહેરોમાં ઘરની કિંમત વધી ગઈ છે. તેમાં 44 ટકા શહેરોમાં તો વર્ષભરમાં બે અંકનો વધારો થયો છે. જો વૈશ્રિવક સ્તરે મલેશિયાના ક્વાલાલપૂર શહેરમાં ઘરની કિંમતમા 5.7 ટકા જેટલો સૌથી વધુ ઘટાડો થયો છે.
મુંબઈ શહેર માં 31મી ડિસેમ્બર કોરોનાનીજ… તપાસણી ઘટાડી તોય કેસ વધારે આવ્યા. ઓમીક્રોન ના પણ 200 જેટલા કેસ નોંધાયા. તાજા આંકડા જાણી ચોંકી જશો.
ભારતના અનેક શહેરોમાં ઘરની કિંમતમાં વધારો થયો છે. જેમાં હૈદરાબાદમાં 2.5 ટકા, ચેન્નઈમાં 2.2 ટકા, કોલકત્તામાં 1.5 ટકા, અમદાવાદમાં 0.4 ટકા, બેંગ્લોરમાં 0.2 ટકા, દિલ્હીમાં 0.7 ટકા, પુણેમા 1.5 ટકાનો સમાવેશ થાય છે.