ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
દેશ ધીમે ધીમે કોરોના મહામારીમાંથી બહાર નીકળી રહ્યો છે. મુંબઈમાં પ્રોપર્ટી ટેક્સમાં ગજબની તેજી જોવા મળી રહી છે. આ વર્ષે ફ્લેટના વેચાણમાં છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2021ના વર્ષ દરમિયાન પહેલી વખત એક લાખનો આંકડો પાર થયો છે.
રિયલ એસ્ટેટ કન્સ્ટિંગ ફર્મ નાઈટ ફ્રેંક ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મુંબઈમાં પ્રોપર્ટીના વેચાણે છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અત્યાર સુધી એક લાખ પ્રોપર્ટીનું વેચાણ થયું છે. આ પહેલા 2018માં મુંબઈમાં 80,746 યુનિટ્સનું રજિસ્ટ્રેશન થયું હતું.
નવેમ્બર 2021માં મુંબઈમાં 7,582 ફ્લેટસનું રજિસ્ટ્રેશન થયું હતું. જોકે આખા વર્ષના રજિસ્ટ્રેશનના આંકડા સામે નવેમ્બરમાં સરેરાશ 18 ટકાનો ઘટાડો રહ્યો હતો. ઓક્ટોબર 2021ની સરખામણીમાં નવેમ્બર 2021માં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં 12 ટકાનો ઘટાડો રહ્યો હતો.
ઓક્ટોબર 2021માં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં જોઈતો તો છેલ્લા એક દશકામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન રહ્યું હતું. ઓક્ટોબરમાં મુંબઈ રિજનમાં 8,576 યૂનિટ રજિસ્ટર થયા હતા.
હવે ઉદ્ધવના ખાસમખાસ અને જોગેશ્વરીના આ ધારાસભ્યની 8 કલાક પુછપરછ.. માતોશ્રીમાં ટેન્શન. જાણો વિગત
નાઈટ ફ્રેંક ઈન્ડિયાના રિપોર્ટ મુજબ એક કરોડ અને તેનાથી ઓછા રેટના ઘરના વેચાણનો હિસ્સો છેલ્લા પાંચ મહિનામાં 58 ટકા જેટલો રહ્યો હતો. મહિલાઓના નામે ઘર ખરીદવાનું પ્રમાણ વધારે રહે તે માટે મહારાષ્ટ્ર સરકારે મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી ચાર ટકા રાખી છે, જે શહેરમાં અમલમાં રહેલી સ્ટાર્ન્ડ સ્ટેમ્પ ડ્યુટીથી એક ટકા ઓછી છે.