ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
લોકડાઉન બાદ ધીમે ધીમે મુંબઈની પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હતી, જેમા 2021ની સાલમાં રેકોર્ડ બ્રેક ઘરનું વેચાણ મુંબઈમાં થયું છે. છેલ્લા એક વર્ષમાં મુંબઈમાં 1.11 લાખ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે.
2021ની સાલમાં જેટલા ઘર વેચાયા છે, તે 2020ની સાલ કરતા 70 ટકા વધુ છે. 2019ના કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ફક્ત 45 ટકા પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હતું. એ અગાઉ 2018માં 80,746 ઘર નું વેચાણ થયું હતું.
ખાસ કરીને વેસ્ટર્ન સબર્બમાં બાંદ્રાથી દહિસર વચ્ચે સૌથી વધુ પ્રોપર્ટીનું વેચાણ થયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રાંક ઈન્ડિયાના અહેવાલ મુજબ 2021ની સાલમાં બાંદ્રાથી દહિસર વચ્ચે 53 ટકા ઘર વેચાયા હતા. તો મધ્ય મુંબઈમાં 31 ટકા ઘર વેચાયા હતા.
2021નના ડિસેમ્બર મહિનામાં ઘરના રજિસ્ટ્રેશન પણ સૌથી વધુ થયા હતા. ફક્ત ડિસેમ્બરના 2021ના મહિનામાં જ 9320 ઘર વેચાયા હતા. ડિસેમ્બર 2020માં ઘરના રજિસ્ટ્રેશનમાં 52 ટકાથી ઓછું થયું હતું.
મુંબઈમાં ડેવલપરો અને બિલ્ડર પાસેથી 2021ની સાલમાં BMCએ કરી અધધધ કમાણીઃ જાણો વિગત
2021ના વર્ષમાં જેટલા પણ ઘર વેચાયા હતા, તેમાંથી 83 ટકા વેચાણ 1,000 સ્કવેર ફીટના ઘરના હતા. 500 સ્કવેર ફીટ સુધીના ઘરનું વેચાણ 42 ટકા રહ્યું હતું. 1000થી 2000 સ્કેવર ફુટ સુધીના ઘરનું 13 ટકા વેચાણ થયું હતું.