News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા(BMC)ની તિજોરી માં એક જ મહિનામાં પ્રોપર્ટી ટેક્સ(Property tax)ના 173 કરોડ રૂપિયા જમા થયા છે. એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આ રેકોર્ડ બ્રેક રકમ પાલિકાએ વસૂલી છે.
પહેલી એપ્રિલથી પાંચ મે, ૨૦૨૨ સુધીના સમયગાળામાં પાલિકાએ ૧૭૩ કરોડ રૂપિયા વસૂલ્યા છે. પ્રોપર્ટી ટેક્સ એ પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે. પાલિકાના નિયમ મુજબ દર પાંચ વર્ષે પ્રોપર્ટી ટેક્સના દરમાં વધારો અપેક્ષિત છે. છેલ્લે ૨૦૧૫ની સાલમાં પ્રોપર્ટી ટૅક્સ વધારો થયો હતો. જોકે કોરોના મહામારીને કારણે 2020માં પ્રોપર્ટી ટેક્સમાં પાલિકાએ વધારો કર્યો નહોતો.
આ સમાચાર પણ વાંચો : પૂર્વ-પશ્ચિમ ને જોડનારો આ મહત્વનો રસ્તો ટ્રાફિક માટે 12 દિવસ રહેશે બંધ.. જાણો વિગતે.
મુંબઈમાં ૫૦૦ સ્કવેર ફૂટ સુધીના રહેણાંક વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી છે. છતાં ૨૦૨૧-૨૨નાં નાણાકીય વર્ષમાં પાલિકા ૫,૭૯૨ કરોડ રૂપિયાનો ટૅક્સ વસૂલ્યો હતો, જે અગાઉનાં નાણાંકીય વર્ષ કરતા ૧૩ ટકા વધુ છે.