ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ 12 જૂન 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ ફાયર બ્રિગેડને સાબદા રહેવાનું કહ્યું છે. રવિવાર એટલે કે ૧૩ જૂન તેમ જ સોમવાર એટલે કે 14 જૂનના દિવસે મુંબઈ શહેરમાં ભારે વરસાદ પડી શકે છે. પરિણામ સ્વરૂપ નેવી, કૉસ્ટ ગાર્ડ અને નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ને એલર્ટ પર મુકાયાં છે.
મુંબઈમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો; જાણો અહીં ક્યાં કેટલો વરસાદ પડ્યો
આ ઉપરાંત મુંબઈ મહાનગર પાલિકાએ પોતાના તમામ કર્મચારીઓને સમયથી પહેલાં ફરજ પર હાજર રહેવાનું કહ્યું છે. બેસ્ટ ઇલેક્ટ્રિસિટી અને અદાણી ઇલેક્ટ્રિસિટી સબ-સ્ટેશનને ચેતવણી જાહેર કરાઈ છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડના તમામ વિભાગને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.
ટૂંકમાં મુંબઈ શહેરમાં ફરી એક વખત જોરદાર વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે એવા સંજોગો ઊભા થયા છે.
