News Continuous Bureau | Mumbai
- ભારતના તમામ રાજ્યોમાંથી રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલોમાં જોડાયેલા 40+ પ્રેરણાદાયી યુવાનોનું કૌશલ્યવર્ધન સફર અને વ્યાવસાયિક સફળતા માટે સન્માન કરાયું
Reliance Foundation: આ સપ્તાહે 21સ્ટ સેન્ચુરી સ્કીલ કોન્ક્લેવમાં, રિલાયન્સ ફાઉન્ડેશને 12 લાખથી વધુ લોકો સુધી પહોંચવાનો એક સીમાચિહ્ન સર કર્યું છે, જેમાંથી 3 લાખથી વધુ યુવાનોનું કૌશલ્યવર્ધન કરાયું છે અને 1.8 લાખથી વધુ યુવાનોએ રોજગારી પ્રાપ્ત કરી. ઈન્ડસ્ટ્રી લીડર્સ, સ્કીલિંગ પ્રેક્ટિશનર્સ અને યુવા લીડર્સ સાથે, આ કોન્ક્લેવે ભારતના વિકસતા કૌશલ્ય ફલક અને કામના પ્રકારના ભવિષ્ય પર ચર્ચા કરી હતી, અને સાથે શીખવાથી માંડીને કમાણી કરવા સુધી પહોંચેલા યુવાનોની યાત્રાને સેલિબ્રેટ કરી હતી. આમાંના મુખ્ય પ્રવચનો, પેનલ ડિસ્કશન, ફાયરસાઇડ વાર્તાલાપ અને નોકરીઓની દુનિયામાં નેવિગેટ કરતા યુવાનોના પ્રત્યક્ષ અનુભવો સાથે, ભારતના સ્કિલ ઇન્ડિયા મિશનને અનુરૂપ કૌશલ્યવર્ધન અને રોજગારને વેગ આપવાનો આ પ્રયાસ હતો.
સ્વીકૃત, ભવિષ્ય-કેન્દ્રિત કૌશલ્યોની જરૂરિયાત હાલના જેટલી વ્યાપક પ્રમાણ છે તેટલી અગાઉ ક્યારેય નહોતી રહી જેની વચ્ચે ટેકનોલોજી દ્વારા ઉદ્યોગો અને નોકરીની ભૂમિકાઓને નવો આકાર અપાઈ રહ્યો છે, એવો ઉલ્લેખ કરતા, મહારાષ્ટ્ર સરકારના વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક શ્રીમતી માધવી સરદેશમુખે નોંધ્યું હતું કે, “આજે ક્ષમતાઓ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આપણે મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સના નિર્માણ માટે માત્ર ડિગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ક્ષમતાઓના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. હું રિલાયન્સ ફાઉન્ડેશનને તેની અસરકારક કૌશલ્યવર્ધન પહેલ અને સર કરેલા સીમાચિહ્નો માટે અભિનંદન પાઠવું છું, અને ઉદ્યોગોને PM-SETU જેવી જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા સહકાર સાધીને અપગ્રેડેડ તેમજ ઉદ્યોગો માટે તૈયાર વર્કફોર્સને વિકસાવવામાં મદદરૂપ થવા વિનંતી કરું છું.”
આ સમાચાર પણ વાંચો : Gold Price Drop 30 Jan: સોનાના ભાવમાં ₹7,000 નો તોતિંગ ઘટાડો, ચાંદીમાં પણ કડાકો યથાવત; જાણો 22 અને 24 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ
આ કોન્ક્લેવમાં પોતાના વિચારો વ્યક્ત કરતા, રિલાયન્સ ફાઉન્ડેશનના કૌશલ્યવર્ધન અને રોજગાર કાર્યક્રમના વડા, શ્રીમતી નુપુર બહલે જણાવ્યું હતું કે, “ભારતની વસતિનો વિશાળ લાભ ત્યારે જ સતત રાષ્ટ્રીય વિકાસમાં પરિવર્તિત થઈ શકશે જ્યારે યુવાનો ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યોથી સુસજ્જ રહેશે. ઘણા દાયકાઓથી, રિલાયન્સે ભારતના યુવાબળની પરિવર્તનશીલ શક્તિમાં વિશ્વાસ રાખ્યો છે. આજે, આ વારસો ટેકનોલોજી-સક્ષમ કૌશલ્ય પહેલ દ્વારા આગળ ધપી રહ્યો છે જે તાલીમથી આગળ વધીને અર્થપૂર્ણ રોજગાર અને લાંબાગાળાના કારકિર્દી પથનું નિર્માણ કરે છે, જે યુવાનોના જીવનને ઉન્નતિ તરફ દોરી જાય છે.”
સહયોગી ભાગીદારીની અસરો પર પ્રકાશ પાડતા, NSDCના CEO શ્રી અરુણકુમાર પિલ્લાઈએ જણાવ્યું હતું કે, “ફ્યુચર રેડી સ્કિલ ઇનિશિયેટિવના પ્રથમ તબક્કાનું સફળ સમાપન તેમજ હજારો ઉમેદવારો સુધી પહોંચવું, એ વાતનો એક મજબૂત પુરાવો છે કે સહિયારા પ્રયાસો મોટાપાયે શું અસર જન્માવી શકે છે. રિલાયન્સ ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારીએ શીખનારા વર્ગને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યની પ્રાપ્તિ અને પોતાની રોજગારક્ષમતા સુધારવા સક્ષમ બનાવ્યા છે. આપણે બીજા તબક્કામાં આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યની પહોંચને વિસ્તૃત કરીને અને ઉભરતી તકો માટે ભારતના કાર્યબળને મજબૂત કરીને આ અસરને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
રિલાયન્સ ફાઉન્ડેશનના ભારતના 28 રાજ્યોમાં કૌશલ્યવર્ધન કાર્યક્રમમાં સામેલ છે:
i) યુવાનોને તૈયાર કરવા – ખાસકરીને સ્નાતકો કે જેઓ શિક્ષણ, રોજગાર અથવા તાલીમ (NEET)માં જોડાયેલા નથી – પ્રથમ વખત સત્તાવાર રોજગાર માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં કોમ્યુનિકેશન્સ, સમસ્યાનું નિરાકરણ, અગત્યની વિચારધારા, સ્વીકૃતિ અને સહયોગ જેવી કાર્યસ્થળને લગતી ક્ષમતાઓ હોય, અને સાથે-સાથે નોકરીઓના ભવિષ્યને આકાર આપતી ઉભરતી ટેકનોલોજીસનો પણ સંપર્ક હોય.
ii) દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથેની ભાગીદારી થકી શિક્ષણ, રોજગારક્ષમતા અને ઉદ્યોગ સુસંગતતા વચ્ચેની કડીને મજબૂત બને છે. વધુમાં, ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય કૌશલ્યવર્ધન પ્રાથમિકતાઓ અને માળખા સાથે એકરૂપતાને ટેકો આપવા AICTE અને NSDC જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નજીકથી કામ કરાઈ રહ્યું છે.
iii) રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમી – એક ઓપન-એક્સેસ, ડિજિટલ પ્લેટફોર્મ જે AI-સક્ષમ, વ્યક્તિગત કૌશલ્ય માર્ગો અને 100થી વધુ સેલ્ફ-પેસ અભ્યાસક્રમો પ્રદાન કરે છે – જેમાં NSDC-માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેશનનો પણ સમાવેશ થાય છે – જે દેશભરમાં યુવા વર્ગને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યની પ્રાપ્તિ માટે સક્ષમ બનાવે છે.
