News Continuous Bureau | Mumbai
Deepfake video: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ( Mukesh Ambani ) અને ઈન્ફોસિસના એનઆર નારાયણ મૂર્તિ દર્શાવતા ડીપફેક વીડિયો અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે મુંબઈ સાયબર પોલીસને ફરિયાદ કરી હતી.
Deepfake video: આ વિડીયોમાં મુકેશ અંબાણી, નારાયણ મુર્તિની વોઈસ ક્લોનિંગ કરવામાં આવી હતી…
તેમજ આમાં નારાયણ મૂર્તિ ( Narayana Murthy ) દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ ડિજિટલ પ્લેટફોર્મ $2 બિલિયનના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ મોબાઈલ ફોનમાં ઓટોમેટિક ઓપરેટ થઈ શકવાનું પણ કહેવાય છે. નારાયણ મૂર્તિનું વધુમાં કહેવું હતું કે, આ પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે શ્રેષ્ઠ એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: NDA: આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ NDAના 146મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી
આ ડીપફેક વિડીયોમાં રાજદીપ સરદેસાઈ, મુકેશ અંબાણી અને નારાયણ મૂર્તિના અવાજોનું ક્લોનિંગ ( Voice cloning ) કરવામાં આવ્યું હતું. જેથી લોકોને આ વિડીયો પર વિશ્વાસ આવી શકે.
દરમિયાન આ અંગે રિલાયન્સના ( Reliance Industries ) પ્રવક્તાએ મિડીયાને જણાવ્યું હતું કે, આ વિડિયો એકદમ નકલી છે અને તેઓએ સાયબર પોલીસને ( Mumbai Cyber Police ) આ નકલી વિડીયો વિશે જણાવ્યું છે. આ ઘટના બતાવે છે કે કેવી રીતે AI નો ઉપયોગ લોકોને છેતરવા માટે થઈ શકે છે. આ નકલી વિડીયો હોવાની સ્પષ્ટતા જ પોલીસ લોકોને યોજનાઓમાં રોકાણ ન કરવાની ચેતવણી આપી હતી.